આજે કારેલીબાગ સહિત ત્રણ વિસ્તારોમાં વીજકાપ

પ્રિમોન્સૂનની કામગીરીના કારણે ગુરુવારે ત્રણ ફીડરમાં ચાર કલાકનો વીજકાપ રાખવામાં આવ્યો છે.ધો 10 અને 12ની બોર્ડ પરીક્ષા સુધીમાં વીજ કંપનીએ 115 જેટલા ફીડરની મરામત કરી હતી અને લોકડાઉનના કારણે 195 ફીડરમાં કામગીરી અટકી ગઈ હતી. જે હવે શરૂ કરવામાં આવી છે. ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે અને તેમાં ઉપકરણોનો ઉપયોગ વધતા વીજમાંગ માં વધારો થયો છે.મધ્ય ગુજરાતમાં વિજમાંગ 35 મિલિયન યુનિટ પર પહોંચી છે તે નોંધનીય છે.

ગુરુવારે ટાવર સબડીવીઝનના સાયજીબાગ ફીડર,કારેલીબાગ સબડીવીઝનના બ્રાઇટ ફીડર અને દાંડિયાબજાર ના સેન્ટ્રલ જેલ ફીડરની મરામત કરવાની છે. જેના પરિણામે, વુડા કચેરી રોડ,મુક્તાનંદ સર્કલથી જીવનભારતી સ્કૂલ ચાર રસ્તા,કીર્તિકુંજ સોસાયટી, એમઆઈજી ફ્લેટ રોડ,અમિતનગર રોડ,રણછોડપાર્ક સોસાયટી, અમરદીપ કોમ્પ્લેક્સ,દીપિકા સોસાયટી રોડ,આર આર પાર્ક,બાલાજી કોમ્પ્લેક્સ, જેલ રોડસહિતના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2zFnxCj

Comments