કમરના મણકાના દુખાવાની એડવાન્સ સારવાર માટે વેબિનારનું આયોજન થયું, મોટા ઓપરેશનનો ડર નહીં, આધુનિક મેડિકલ સાયન્સ દ્વારા સારવાર

દિવ્ય ભાસ્કર અને સ્પાઈનેટિક્સ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પ્રસિદ્ધ એન્ડોસકોપીસ્ટ ડો. કિરણ જયસ્વાલે ખૂબ જ ઉપયોગી માહિતી આપવાની સાથે દર્દીઓએ પૂછેલા સવાલોના જવાબ પણ આપ્યા હતા, જે કમર, ગરદન, ખભા અને ઘૂંટણના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. આ કાર્યક્રમમાં દરેક ઉંમરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એમને મુંઝવતા સવાલોનો જવાબ મેળવ્યો હતો.

ડૉ. કિરણ જયસ્વાલે જણાવ્યું હતું કે, જો કમરની ગાદી ખસીને નસ પર દબાણ આપે તો તે એક જ કલાકમાં દૂરબીનથી સારું થઈ શકે છે. પહેલાના જમાનામાં આવી તકલીફમાં ઓપરેશન જ એક માત્ર વિકલ્પ હતો પરંતુ હવે એડવાન્સ ટ્રાન્સફોરમીનલ એન્ડોસકોપની મદદથી માત્ર એક કલાકમાં જ તે સંપૂર્ણ સારું થઈ શકે છે. અમુક કેસમાં ગાદીની સ્થિતિ જોઈને દૂરબીનથી ગાદીના ખસી ગયેલા ભાગને કાઢીને નસને છૂટી કરવામાં આવે તો દર્દી પાછા ચાલતા થઈ શકે છે. આવા ઘણા દર્દીને અમે એક જ દિવસમાં ચાલતા ઘરે મોકલ્યા છે. ગરદન અને ખભા માં દુખાવો હોય તો તેવા દર્દીને ઓઝોન અથવા રેડિયોફ્રિક્વન્સીની સરળ સારવાર, કે જે ઈન્જેક્શન રૂપી હોય છે, તેમાં માત્ર અડધા કલાકમાં જ સારું થઈ શકે છે. આ બધી સારવાર સંપૂર્ણ સભાન અવસ્થામાં કરવામાં આવે છે અને 7 દિવસ આરામ કર્યા પછી દર્દી પોતાના રોજિંદા કામકાજ પર પણ જઇ શકે છે. એ સાથે જ તે આ બધી સારવાર મેડિક્લેઇમમાં રિફંડ પણ મેળવી શકે છે. જે લોકોને આ‌વી કોઇપણ તકલીફ હોય તેઓ મને સુરત, બારડોલી, ભરૂચ, બરોડા, આણંદ, નડિયાદ અને મોડાસા ખાતે આવીને બતાવી શકે છે.એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક : 8980488444, સ્પાઈનેટિક્સ સુરત: ( સોમવાર થી ગુરુવાર. ) G 1 શાકુન્તલ કોમ્પ્લેક્ષ, સંઘવી ટાવર પાસે , ગુજરાત ગેસ સર્કલ, અડાજણ સુરત 0261 2788444 બારડોલી : ( દર બુધવાર 2 થી 4 ), લાઈફલાઈન હોસ્પિટલ, B A B S સ્કૂલ સામે બારડોલી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડૉ. કિરણ જયસ્વાલ


from Divya Bhaskar https://ift.tt/3gF7LrC

Comments