જિલ્લા પંચાયતના હંગામી કર્મીઓને અન્યાય, જિલ્લા વિકાસ અઘિકારીને રજુઆત

જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ કર્મીઓને કંપની દ્વારા ઇએસઆઇ અને બોનસ નહીં કાપવામાં આ‌વતા કોન્ટ્રાક્ટ કર્મીઓની હાલત ખરાબ થઈ છે. આ સિવાય અગાઉની કંપની દ્વારા લેવામાં આવેલા ઇપીએફ પરત કરવા તેમજ પુરો પગાર આપવા જિલ્લા વિકાસ અઘિકારીને રજુઆત કરી જણાવ્યું કે, હાલ 200થી વધુ કોન્ટ્રાકટરના કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમાં મોટે ભાગે પટાવાળા, ડ્રાઇવર, વાેર્ડ બોય, આયા વગેરે નાના કર્મચારીઓ છે. અગાઉની કંપની રૂ.10400 પગાર ચુકવતી હતી. તેના સ્થાને આ કંપની રૂ.8,898 પગાર ચુકવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3chQnpq

Comments