ચાર દરવાજા વિસ્તારમાં પીળા તો પાણીગેટમાં કાળા પાણીની સમસ્યા

ચાર દરવાજા વિસ્તારના રહીશો કાળા પાણીથી હેરાન છેતો પૂર્વ વિસ્તારના રહીશોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું છે.શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં રહેતા નાગરિકોને જાણે પાણીની ઘાત હોય તેવો એક વર્ષથી ઘાટ બેઠો છે. ચાર દરવાજા, વાડી, ગાજરાવાડી, સરદાર એસ્ટેટ રોડમાં પીળું પાણી આવે છે તો વાઘોડિયા રોડ, ડભોઇ રિંગ રોડ, તરસાલી વિસ્તારમાં અપૂરતા પ્રેશરથી પાણી આવી રહ્યું છે.

ખાસ કરીને જમનાબાઈ હોસ્પિટલની પાછળ ઝુબેર એપાર્ટમેન્ટ, હમજા એપાર્ટમેન્ટ, ઉઝમાં એપાર્ટમેન્ટમાં એક મહિના કરતા પણ વધુ સમયથી પીળું પાણી આવી રહ્યુ છે અને તેના માટે સ્થાનિક સામાજિક કાર્યકર ફારૂક સોનીએ રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. પાણીગેટ મદાર માર્કેટ રોડ પર કાળું પાણી આવી રહ્યું છે. જ્યારે વાઘોડિયા રોડ અને ડભોઇ રિંગ રોડ વિસ્તારમાં 5 મિનિટના પાણીકાપ બાદ પણ 1 પરિવારના 2 સભ્યોનો પણ માંડ પૂરું થાય તેટલું પણ પાણી પાલિકા આપી શકતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Yellow in the four door area then black water problem in Panigate


from Divya Bhaskar https://ift.tt/2Xz0hhj

Comments