સમગ્ર માન દરવાજા વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરાતાં રોષ, રહીશોએ થાલી અને ડબ્બા વગાડીને વિરોધ દર્શાવ્યો

માન દરવાજા ટેનામેન્ટમાં શરૂઆતમાં કોરોનાના સૌથી વધુ કેસ હતા તેથી આખા વિસ્તારને ક્લસ્ટર-કન્ટેનમેન્ટ જાહેર કરાયો હતો. હવે ત્યાં કેસ ઓછા થયા છે. બીજી બાજુ મનપા દ્વારા અપાતું જમવાનું પણ બંધ કરાતા રહીશોમાં ભારે રોષ છે. જેથી લોકોએ પોતાને કોરોન્ટાઈનમાંથી મુક્ત કરવાની માંગ સાથે રવિવારે સાંજે થાળી-ડબ્બા વગાડીને વિરોધ દર્શાવ્યો હતો. લોકોએ હવે આખા વિસ્તારને કોરોન્ટાઈન કરવાની જગ્યાએ માત્ર જે ઘર કે ફ્લેટમાં કોરોના કેસ ડિકેક્ટ થયો હોય તે જ ઘર કે ફ્લેટ અથવા ફ્લોરને કોરોન્ટાઈન કરીને અન્ય લોકોને મુક્ત કરવાની માંગ કરી છે. તેમજ જમવાનું અને રોકડ સહાયની માંગ પણ કરી. આ બાબતે પાલિકા કમિશનર અને મેયરને પત્ર થકી રજુઆત કરાઈ હતી પણ નિકાલ ન આવતા રવિવારે સાંજે લોકોએ ધાબા પર અને ગેલેરીમાં આવીને વિરોધ દર્શાવ્યો હતો.

કોર્પોરેટર સાઈકલવાલા સહિત 14ની ધરપકડ

પોલીસની હાજરીમાં આગેવાની લેનાર કોર્પોરેટર અસલમ સાઇકલવાલા સહિત ફિરોઝખાન પઠાણ, પરેશ રાણા,જયેશ રાઠોડ, અસ્લમખાન પઠાણ, ઇફ્તેખાર સૈયદ, મુસ્તફીર શાહ, સાદીક શેખ, સાબીર શેખ, અબ્દુલ્લા શેખ, જાવેદખાન પઠાણ, અલ્તાફ શેખ, ઇમરાનખાન પઠાણ અને શાહરૂખ શેખની અટકાયત કરી હતી. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MibDRG

Comments