શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શાળા મર્જ મુદ્દે વિપક્ષનો હોબાળો, માસ્ક પર મેસેજ લખી અનોખી રીતે ઓનલાઈન વિરોધ

શુક્રવારે પાલિકામાં શિક્ષણ સમિતિની વીડિયો કોન્ફરન્સથી મળેલી સામાન્ય સભામાં રૂસ્મતપુરામાં આવેલી શાળા ક્રમાંક નં. 38 અને 39ને મર્જ કરવા સહિતના મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ માસ્ક પર જ વિરોધના સંદેશો લખીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. કોંગ્રેસના સભ્ય નટુ પટેલ અને શફી જરીવાલાએ આક્ષેપ કરતા કહ્યું કે, નિયમ મુજબ 100થી ઓછી સંખ્યા હોય તે શાળાને જ મર્જ કરી શકાય છે. શાળા નં. 38માં 238 અને શાળા નં. 39માં વિદ્યાર્થીઓની સંખ્યા 160 છે. ઠરાવ વગર માત્ર નિરીક્ષકના અહેવાલથી જ શાળા મર્જનો નિર્ણય લેવાયો છે. શિક્ષકોની ઘટ સરભર કરવા માટે સમગ્ર કારસો શાસકોએ રચ્યો છે. આ અંગે ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, શાળાઓને મર્જ કરવાની કામગીરી નિયમ મુજબ જ કરાઈ છે. બંને શાળાના આચાર્ય અને નિરીક્ષકની રૂબરૂ રજૂઆતને ધ્યાનમાં લઇ શાળા મર્જ કરવાનો નિર્ણય લીધો છે.

નવા સત્ર માટે યુનિફોર્મના ઠેકાણાં નથી
વિપક્ષના સભ્ય સુરેશ સુહાગિયાએ કહ્યું કે, ટૂંક સમયમાં શાળાઓમાં નવું સત્ર શરૂ થશે. પરંતુ હજુ સુધી યુનિફોર્મ, બૂટ-મોજા, સ્ટેશનરી કીટ માટે કોઇ પણ પ્રકારનું આયોજન કરાયું નથી. આ મામલે ચેરમેને કહ્યું કે, તમામ ખરીદીને લગતી ફાઇલ આરએસીમાંથી મંજુર થઇ કમિશનરની સહીમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓનલાઈન સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ માસ્ક પર શાસકો વિરૂધ્ધના મેસેજ લખી અનોખો વિરોધ કર્યો હતો.


from Divya Bhaskar https://ift.tt/2TSDRGK

Comments