જય જવાન સમિતિ શહીદોના પરિવારજનોને સહાય કરશે, કોરોનાનો માહોલ રહે તો ઘરે જઈ ચેક અપાશે

કોરોના વાઇરસના કારણે આખી દુનિયા પ્રભાવિત થઈ છે. તેવા સંજોગમાં સુરતની જય જવાન નાગરિક સમિતિ છેલ્લા એક વર્ષમાં શહીદ થયેલા વીરોના પરિવારનોને બે-બે લાખ રૂપિયાની સહાયતા રાશિ આપશે.

કારગીલ વિજય દિવસની યાદમાં સુરતની સંસ્થા જય જવાન નાગરિક સમિતિ વર્ષ દરમિયાન શહીદ થયા હોય એવા વીરોના પરિવારોને આ દિવસે સહાયતા પ્રદાન કરે છે. ખાસ કરીને ગુજરાતનો વતની હોય એવા સૈનિક આખા દેશમાં ક્યાંય પણ શહીદ થાય અને બીજુ કે કોઈ પણ રાજ્યનો વતની હોય એ સૈનિક ગુજરાતમાં ફરજ દરમિયાન શહીદ થાય તેવાઓ ઉપરાંત રાષ્ટ્ર સ્તરે ચર્ચાસ્પદ બે થી ત્રણ શહીદોના પરિવારોને સહાયતા આપવામાં આવે છે. અત્યાર સુધી આ તમામ શહીદોના પરિવારોને સુરત બોલાવવામાં આવતા હતા. સમિતિના પ્રમુખ કાનજી ભાલાળાએ કહ્યું કે, આ વર્ષે પણ સહાયતા તો અપાશે જ. જો સ્થિતિ સામાન્ય હશે દર વર્ષની જેમ બોલાવીને સહાય અપાશે અને કોરોનાનો કહેર જારી હશે તો આવા પરિવારોના ઘરે જઈને ચેક અપાશે. સોશ્યલ મીડિયા પર લાઈવ કરાશે તેમજ વેબીનાર પણ કરાશે. આ વર્ષે અત્યાર સુધી 14 અરજીઓ આવી છે.
ઉલ્લેખનીય છે કે, 1999થી અત્યાર સુધી 298 શહીદોના પરિવારોને કુલ 3.85 કરોડ રૂપિયાની સહાયતા સંસ્થા દ્વારા કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3clQlx5

Comments