B.Sc. પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા 8 જૂનથી, નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે એડમિશન કમિટીની બીજી બેઠક મળી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વીએનએસજીયુના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાએ વેબિનાર કર્યા હતા. ત્યાર બાદ એડ્મિશન કમિટીએ એફવાયબીએસસીના પ્રોવિઝનલ એડમિશનની ડેટ નક્કી કરી છે. જે મુજબ આઠમી જૂનથી એફવાયબીએસસીના ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવામાં આવશે. જોકે, આ એડમિશન કમિટીનો પ્રાથમિક નિર્ણય છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે એડમિશન કમિટીની બીજી બેઠક મળી હતી. જેમાં પ્રોવિશનલ એડમિશનમાં આવનાર ચેલેન્જો પર ચર્ચા કરવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2XMc242

Comments