ઉધનામાં DGVCLએ એવરેજ બિલમાં વધારો વસૂલતા હોબાળો, રહેણાંક- ઔદ્યોગિક વિસ્તારમાં એવરેજ બિલથી આક્રોશ

લૉકડાઉનમાં સામાન્ય કરતાં વીજ બિલ કરતાં વધુ આવવાની ફરિયાદ સાથે શનિવારે ઉધના ગાયત્રીનગર-2 સોસાયટીના રહીશોએ ચીકુવાડી ખાતે આવેલી ડીજીવીસીએલની ઓફિસ પર હોબાળો મચાવ્યો હતો.

ઉધના ગાયત્રીનગર-2ના રહીશ કુણાલ રાણા જણાવ્યું છે કે, લોકડાઉનના પિરીયડનું જે બિલ આપવામાં આવ્યું છે. તેમાં વીજ વપરાશી યુનિટ વધી ગયા છે. વીજ કંપનીની બિલ સાયકલ એવી છે કે, 100 યુનિટના વપરાશ સુધી અલગ ચાર્જ, 100 યુનિટથી વધુના વપરાશ પર અલગ ચાર્જ. આમ અલગ-અલગ સ્લોટ પાડવામાં આવ્યા છે. આ સ્લોટના કારણે જે યુનિટ વધારાના વપરાયા છે તે પ્રમાણેનું બિલ અપાયુંું છે. અમારા ઘરનું જ સામાન્ય દિવસો વખતનું બિલ વધુમાં વધુ રૂ.2000 આવ્યું છે. થોડા દિવસ પૂર્વે શહેરની વિવિધ ઈન્ડસ્ટ્રિઓ દ્વારા પણ વીજ બિલને લઈને બુમરાણ ઉઠી હતી.

ઉધના ગાયત્રીનગરના રહીશોની રજૂઆત

શનિવારે ઉધના ગાયત્રી નગર-2 ના રહીશો લૉકડાઉનમાં આવેલા એવરેજ વીજબિલમાં વધારો આવતા રજૂઆત કરવા ડીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રજૂઆત કરી હતી.

નિયમ પ્રમાણે બિલ જનરેટ કરાયા છે
ગર્વમેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણેે રેગ્યુલેશન પ્રમાણે જ બિલ બન્યા છે. મેન્યુઅલ ઈન્ટરવેશન થયું જ નથી. એવરેજ બિલમાં પણ કોમ્યુટર સોફ્ટવેર પ્રમાણે તૈયાર કરાયા છે. સરકારે જે છુટછાટો જાહેર કરી હતી, તે પ્રોગ્રામમાં આપમેળે સેટ છે. જેના આધારે જ એવરેજ બિલની ગણતરી કરવામાં આવી છે. -બી.કે.પટેલ, સુપ્રીટેન્ડન એન્જિનિયર, ડીજીવીસીએલ

અંજની ઈન્ડસ્ટ્રીઝની આંદોલનની ચીમકી
અંજની ઈન્ડસ્ટ્રીઝના વીવર્સ આગેવાન વિજય માંગુકિયા જણાવે છે કે, અમારે ત્યાં 1000 એકમો છે. એકેય એકમોને મે માસના વીજ બિલમાં રાહત નથી મળી. અમે કલેકટરને વીજ બિલમાં રાહતને લઈને મૌખિક રજૂઆત કરી છે. વીજ કંપની દ્વારા આવનારા દિવસમાં રાહત નહીં આપવામાં આવશે, તો અમે વીજ કંપની વિરુદ્ધ આંદોલન કરીશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
DGVCL raises average bill in Udhana, outrage over average bill in residential-industrial area


from Divya Bhaskar https://ift.tt/3cjn064

Comments