વોટરજેટ લૂમ્સનું પાણી ગટરમાં છોડાય તે ચલાવી લેવાશે નહીં, GPCB સાથે ચેમ્બર ઓફ કોમર્સનો વેબિનાર

વોટરજેટ લૂમ્સના એકમો દ્વારા આરઓનું હાઈ રીજકેશન વોટર જેને ટ્રીટ કરવાની જગ્યાએ સીધા ગટરના આઉટલેટ્સમાં છોડી મુકવામાં આવે છે. હાઈ વોટર રીજેક્શનને ટ્રીટ કરવા એકમધારકોએ મુકેલા ઈ-ઓપરેટર પણ દંડની પ્રક્રિયાથી બચવા જ મુક્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રીટમેન્ટ વગર પાણી છોડવામાં આવે છે, તે બિલકુલ ચલાવી લેવાશે નહીં.

સાથે કોઈ એકમોના ક્લોઝર પછી જમા કરાવાયેલી બેંક ગેરેન્ટી ક્લિયર કરવાની પ્રક્રિયા કેસ બાય કેસ નિકાલ આપવામાં આવશે.’ તેવું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એ.વી.શાહે ચેમ્બર દ્વારા યોજાયેલા વેબિનારમાં જણાવ્યું છે. શુક્રવારે યોજાયેલા વેબિનારમાં સુરત ડિસ્ટ્રીક્ટ કેમિકલ એશોસિએશન દ્વારા વોટરજેટ લૂમ્સ ઈન્ડસ્ટ્રિઝ સુરતમાં મોટી છે. આવા સ્ક્રેટર્ડ એકમો માટે સીઈટીપી પ્લાન્ટની વ્યવસ્થા થાય તેવી માંગ કરાઈ હતી. ત્યારે તેના જવાબમાં જીપીસીબીના સભ્ય સચિવ એ.વી.શાહે જણાવ્યું હતું કે, શહેરમાં જેટલા વોટરજેટ મશીનો ચાલે છે. તે પ્રાઈવેટ એસ્ટેટમાં ચાલે છે. જે ઈ-ઓપરેટર મુકવામાં આવે છે, તે દેખાડા માટેના હોઈ છે. ઉદ્યોગકારો સીઈટીપી ઉભા કરો અમે તેના માટે પરવાનગી આપીશું.કોર્પોરેશનના ઝોનિંગ પ્રમાણે ઉદ્યોગો હશે, તો જ ઈન્ડસ્ટ્રીઝની મંજૂરી મળશે.જે એકમોના ક્લોઝર તા.1લી માર્ચે પૂર્ણ થતી હતી. તેમને 30મી જુન સુધી એકસ્ટેન્શન આપવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2XicesR

Comments