એજ્યુકેશન વર્લ્ડ ગવર્મેન્ટ યુનિવર્સિટી રેન્કિંગમાં VNSGU દેશમાં 37મા ક્રમાંકે, વીર નર્મદ યુનિવર્સિટીને 1300માંથી 887 માર્ક્સ મળ્યા

એજ્યુકેશન વર્લ્ડ ગવર્મેન્ટ યુનિવર્સિટી રેકિંગ 2020-21માં નર્મદ યુનિવર્સિટી ભારતમાં 37મા નંબર પર આવી છે. યુનિવર્સિટીને 1300માંથી 887 માર્ક્સ મળ્યા છે જેમાં સૌથી વધુ 139 રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં અને સૌથી ઓછાં 64 માર્ક્સ ઇન્ટરનૅશનલિઝમમાં મળ્યા છે. એજ્યુકેશન વર્લ્ડ નામની ખાનગી કંપનીએ કવર સ્ટોરી એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા ગવર્મેન્ટ યુનિવર્સિટી રેન્કિંગ 2020-21 જાહેર કર્યું છે.
જેમાં ઇન્ડિયન્સ ટોપ-150 યુનિવર્સિટીનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ફેકલ્ટી કૉમ્પિટન્સ, ફેકલ્ટી વેલફેર એન્ડ ડેવલોપમેન્ટ, રિસર્ચ એન્ડ ઇનોવેશન, કરિક્યુલમ એન્ડ પેડોગોજી, ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ, પ્લેસમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસેલિટીઝ, ઇન્ટરનેશનલિઝમ લીડરશિપ કે ગર્વમેન્ટ ક્વોલિટી તથા રેન્જ ડાઇવર્સિટિ ઓફ પ્રોગ્રામીગ એફરિંગને ધ્યાને રાખી માર્ક્સ અપાયા છે. આ સર્વે સી-ફોર એટલે કે સેન્ટર ફોર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચથી કરાય છે. જે દિલ્હીમાં આવી છે અને તેને યુજીસીએ માન્યતા આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3clBXVs

Comments