VNSGUમાં UGની છઠ્ઠા સેમે.ની પરીક્ષા 25 જૂનથી તથા PGના બીજા-ચોથા સેમ. ની 6 જૂલાઇથી લેવાશે

યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા 25 જૂનથી તથા પોસ્ટ ગ્રેજ્યુએટની બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા 6 જૂલાઇથી લેવાશે. પરીક્ષા કેન્દ્ર પર માસ્ક અને સેનિટાઇઝર સાથે કોલેજોને પરીક્ષા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો આદેશ કર્યો છે. જે ફેકલ્ટીમાં પરીક્ષા નિર્ધારીત સમય મુજબ જ લેવાશે મેડિકલ અને હોમિયોપેથીને છોડીને તમામ ફેકલ્ટીમાં પરીક્ષાનો પરિપત્ર લાગુ પડશે.

આ વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન અપાશે
યુજીના બીજા અને ચોથા સેમ.માં, એલએલબીમાં બીજા અને બી.કોમ, એલએલબીમાં બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમાં સેમ.માં મેરીટ બેઝડ પ્રોગ્રેશન અપાશે. મેરીટ બેઝડ પ્રોગ્રેશન એટલે કે 50% ઇન્ટરનલ અને 50% આગળના સેમ.ને ધ્યાને રાખી પરિણામ તૈયાર કરાશે.

એક્સટર્નલની કાર્યવાહી નહીં, વિદ્યાર્થી દ્વિધામાં
યુનિ.એ મેડિકલ અને હોમિયોપેથિક છોડી તમામ ફેકલ્ટીની પરીક્ષાની જાહેરાત કરી વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરી છે. પણ એક્સટર્નલની પરીક્ષા મામલે વિદ્યાર્થી દ્વિધામાં મૂકાયા છે. પહેલા સેમ.ની પરીક્ષા મોડી લેવાશે તો પછી બીજા વર્ષે રેગ્યુલરમાં પ્રવેશ કઈ રીતે લેવાશે.

મેરીટ બેઝડ પ્રોગ્રેશન નુકસાનકારક: એક્સપર્ટ
એક્સપર્ટ કહે છે કે, કંપનીઓ નોકરી માટે સેમ.ની ડિગ્રી જોતા હોય છે. જેથી ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાનારી એટીકેટીની પરીક્ષાની સાથે બીજા અને ચોથા સેમ.ની પણ પરીક્ષા લઈ લેવી જોઇએ. તે સાથે ખાનગી કોલેજમાં ઓળખાણથી કેટલાક વિદ્યાર્થીઓના માર્ક વધી શકે છે, જેથી નુકસાન થશે.

એટીકેટીની પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાશે: યુજીની પહેલા, ત્રીજા અને પાંચમાં સેમ.ની તથા પીજીની પહેલા અને ત્રીજા સેમ.ની એટીકેટીની પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાશે. યુજીમાં પહેલા કે બીજામાં એટીકેટી હશે તો પણ વિદ્યાર્થીને પાંચમાં સેમ.માં જવા દેવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Mg8cdW

Comments