મોરબીમાં 104 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

મોરબીનાં વાવડી રોડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ.31,200ની કિમતનાં વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અજમેરીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના વાવડી રોડ, ક્રિષ્નાપાર્ક, શેરી નંબર 2માં રહેતા રફીક ઓસમાણ અજમેરીએ પોતાના રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવી રાખી ત્યાંથી જ તેનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પીઆઇ આર જે ચૌધરીની સુચનાના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમી વાળા સ્થળે દરોડો કરતા ભારતીય બનાવટના દારૂની 92 બોટલ તથા વહીસ્કીની 12 બોટલ વિદેશી દારૂની કુલ 104 બોટલ કિંમત રૂ. 31200નો મુદામાલ કબજે કર્યો હતો અને દારૂનો ગેરકાયદે વેપલો કરનાર આરોપી રફીક અજમેરીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3eLGRNA

Comments