સોરઠમાં કોરોના સપ્તાહ, અંતિમ દિને 10 કેસ

જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત થઇ રહેલો વધારો ચિંતાજનક જણાઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ 5 કેસમાંથી 3 કેસ જુનાગઢ સીટી ના છે જ્યારે બે કેસ અન્ય તાલુકાના છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા કોરોનાના 5 પોઝિટિવ કેસની વિગતો આ પ્રમાણે છે. જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી શેરીમાં રહેતા 65 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરના લીમડા ચોક વાળા સૈયદ વાડા વિસ્તારમાં આવેલ ગોકુલ પેલેસમાં રહેતી 30 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લામાં આંક 69
શહેરના માંગનાથ રોડ પર આવેલ પુષ્પક એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .જ્યારે જિલ્લાના અન્ય બે કેસ ની વિગત જોઈએ તો સુરત ખાતે રહેતા અને હાલ મેંદરડા તાલુકાના ચિરોડા ગામના 60 વર્ષથી પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ભેંસાણના હડમતિયા ગામના 50 વર્ષિય પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામ ની 23 વર્ષીય યુવતીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક શંકમદ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. જેનો રીપોર્ટ આવ્યે સ્પષ્ટ જાણવા મળશે.

ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં રવિવારે સુત્રાપાડા તાલુકાનાં રાખેજ ગામનાં 54 વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગામે મુંબઈથી આવેલા એક 38 વર્ષનાં મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આ‌વ્યો હતો. આમ જિલ્લામાં આંક 69 પર પહોંચી ગયો છે. જ્યારે મોડી સાંજે ઊનાનાં ધોકડવા તેમજ નવાબંદર ખાતે મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જો કે,ઉપરોક્ત બંને સહિત તમામ 4 નવા કેસ સુરત અને મુંબઈથી આવેલા છે.

કુલ 30 એક્ટિવ
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 83 કેસ નોંધાયા છે. 83 કેસ પૈકી 2ના મૃત્યુ થયા છે જ્યારે 51 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ કુલ 30 કેસ એક્ટિવ રહ્યા છે. ૩૦માંથી 23 કેસ જૂનાગઢ સિટીના છે. જ્યારે 1 કેસ મેંદરડા, 1 વિસાવદર, 1 માણાવદર, 1 વંથલી અને 3 કેસ મેંદરડાના છે.

134 નો રિપોર્ટ બાકી
દરમ્યાન રવિવારે 101 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે 134 સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ રહ્યો છે.

સિવિલમાં હજી 12
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 12 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 18 દર્દીઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે.

અમરેલીમાં 1 દિ’માં 10
અમરેલી જિલ્લામાં જાણે કોરોનાએ માજા મુકી હોય એમ સતત કેસ આવી રહ્યાં છે. ત્યારે રવિવારે એક સાથે 10 કેસ નોંધાયા હતા. ત્યારે એક શંકમદ મોત પણ નોંધાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona week in Sorath, 10 cases on the last day


from Divya Bhaskar https://ift.tt/2VpYA5o

Comments