ડાંગમાં 11 દિવસના વિરામ બાદ વરસાદની રિએન્ટ્રી કરતા ધરતીપુત્રોને રાહત

ડાંગ જિલ્લામાં બે સપ્તાહ સુધી વરસાદ બરાબર વરસ્યા બાદ વરસાદે 11 દિવસ પોરો ખાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા હતા. ખેતરમાં વાવેલા બીજ સુકાઇ જવાની નોબત ઊભી થઈ હતી. શુક્રવારે સમી સાંજે ડાંગ જિલ્લામાં વરસાદે રીએન્ટ્રી કરતા ધરતીપુત્રોને રાહત થઇ હતી.

ડાંગ જિલ્લાના આહવા, સુબીર, ગલકુંડ, શામગહાન, સાપુતારા, સાકરપાતળ, વઘઈ, કાલીબેલ સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી

ડાંગ જિલ્લામાં જૂન મહિનાની શરૂઆત સાથે જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. બે સપ્તાહ સુધી વરસાદ બરાબર વરસ્યા બાદ 11 દિવસ સુધી વરસાદ નહીં વરસતા ખેડૂતોએ ખેતરમાં વાવેલા બીજ બગડી જવાની નોબત ઊભી થઈ હતી. ખેતરમાં વાવેલું બિયારણ નહીં બગડે એના માટે ખેડૂતોએ બેડા તેમજ ડોલમાં પાણી લાવી પોતાના બીજ બચાવવાની કોશિશ કરાઈ હતી. મેઘરાજાને વિનવણી કર્યા બાદ શુક્રવારે સમી સાંજે વરસાદ રિએન્ટ્રી કરતાં સર્વત્ર પાણી પાણી થઇ જતાં ખેડૂતોને રાહત થઈ હતી. ડાંગમાં નદી-ઝરણાઓ વરસાદની સાથે શરૂ થઈ ગયા હતા પરંતુ 11 દિવસ સુધી વરસાદ નહીં પડતાં નદી ફરીથી સુકાવા માંડી હતી. શુક્રવારે પડેલા વરસાદે નદીમાં પ્રાણ પૂર્યા હતા. ડાંગ જિલ્લાના આહવા, સુબીર, ગલકુંડ, શામગહાન, સાપુતારા, સાકરપાતળ, વઘઈ, કાલીબેલ સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી તેમજ અસહ્ય બફારાથી રાહત થઇ હતી. ખેડૂત રામજી પવારે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ખેતીમાં રાહત થઇ છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદ નહીં પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ મોડે મોડે પણ શુક્રવારે બપોર બાદ વાતાવરણ બદલાતા હવે પછી વરસાદી માહોલ જામશે અને ખેતીના પાકોને તેનો ફાયદો થશે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતાનો અંત આવ્યો છે.

ડાંગમાં મોસમનો કુલ વરસાદ

ડાંગ જિલ્લામાં મોસમના કુલ વરસાદની સ્થિતિ જોઇએ તો આહવા તાલુકામાં 195 મીમી, વઘઇમાં 152 મીમી, સુબીરમાં 178 મીમી અને સાપુતારા નોટિફાઇડ એરિયામાં 212 મીમી મળી કુલ 184 મીમી વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. શુક્રવારે બપોર બાદ સામાન્યત: વરસાદ પડ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Relief to the sons of the earth re-entering the rains after an 11-day break in Dangs


from Divya Bhaskar https://ift.tt/384aO8Y

Comments