હિંદોલીયા ગામમાં રાત્રે ખુલ્લામાં જુગાર રમતા 12 ખેલી ઝડપાયા

દેવગઢ બારિયા તાલુકાના હિંદોલિયા ગામમાં ખુલ્લામાં પાના પત્તાનો જુગાર રમતા જુગારીઓને 55,840 રૂપિયાના મુદ્દામાલ સાથે 12 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. દાહોદ એલ.સી.બી. સ્ટાફ ગતરોજ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન હિંદોલીયા ગામે નિશાળ ફળિયામાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે રાત્રીના 10.15 વાગ્યાના અરસામાં બાતમી વાળી સ્થળે રેડ કરતાં ગોલ કુંડાળી બનાવી જુગાર રમતા જુગારીઓને ઘેરી લેતાં પોલીસને જોઇ નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ ઉપરથી દાવ ઉપર લાગેલા અંગઝડતીના મળી કુલ 55840 રૂ. રોકડા, 4,000ની હિંમતના 4 નંગ મોબાઇલ તથા જુગાર રમવાના સાધનો ગંજી પત્તાપાના સાથે પીપલોદના સિરાજ યુસુફ મન્સુરી, વાહીદ અબ્દુલલતીફ ચૌહાણ, વડોદરાના હિતેષભાઇ દિલીપભાઇ સુખડીયા, સતીષભાઇ શંકરભાઇ વસાવા, ભાવેશકુમાર ધૂળાભાઇ પરમાર, જયેશકુમાર નારાયણભાઇ જાતે બારોટ સલાટવાડા, મોહીતભાઇ અબ્બાસ વ્હોરા, છત્રસિંહ સોમાભાઇ પરમાર, વિજયભાઇ રમેશભાઇ ઠાકોર, હર્ષકુમાર જયેશભાઇ ડોઢીયા, પ્રકાશભાઇ ભાણાભાઇ ઢોડીયા, ઇન્દ્રપાલસીંહ સુભાષસિંહ પંજાબીને ઝડપ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31pk9Xt

Comments