વરાછાના 13 વિસ્તારોના હીરા એકમો- કતારગામમાં 16 સોસાયટીઓ ક્લસ્ટર

મંગળવારે સાંજે વરાછાના વધુ 13 વિસ્તારોના ડાયમંડ યુનિટો-કારખાનાઓ તથા કતારગામ વિસ્તારની વધુ 16 સોસાયટીઓ કલસ્ટર જાહેર કરાઈ છે તેના 30 હજારથી વધુ લોકો ફરજિયાત હોમ કોરોન્ટાઇન કરાયા છે. તો પંડોળ વિસ્તારને ક્લસ્ટર કરી 7 દિવસ માટે કોરોન્ટાઈન કરાયો છે.

કતારગામની 16 સોસાયટીઓના 7462 ઘરોના 30416 લોકોને ફરજિયાત ક્લસ્ટર કરાયા છે

જ્યારે ઉધનાની 7 સોસાયટીઓને કલસ્ટર મુક્ત કરાઈ છે. વરાછા ઝોન-એ વિસ્તારમાં લાભેશ્વર પોલીસ ચોકીથી ભગવતી રસ સુધીનો એલ.એચ.રોડ ઘનશ્યામ નગર વિસ્તાર, રંગ અવધુત સર્કલથી કમલપાર્ક સોસાયટી, ભગુનગર એસ્ટેટ, રંગનગર માતાવાડી, કરંજ હેલ્થ સેન્ટર થી રાજ પેલેસ થઈ રંગ‌અવધુત સર્કલ સુધી, ડાયમંડ વર્કસ, માતાવાડી, કોહીનુર રોડ, પોદાર આર્કેડથી જાડા બાવાનો ટેકરા સુધી, ગીતાંજલી પેટ્રોલ પંપથી મીની બજાર ચાર રસ્તા સુધીનો એક તરફનો રસ્તો, સિદ્ધકુટીર મંદિરથી વરાછા બેક સુધીનો રસ્તો, ઉમિયાધામ મંદિરથી ભોજલરામ સોસા. રોડ સુધી, કાપોદ્રાજીઈબીથી કાપોદ્રા ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આવેલા તમામ ડાયમંડ યુનિટ-કારખાનાઓને કલસ્ટર જાહેર કરાયા છે. જ્યારે કતારગામની 16 સોસાયટીઓના 7462 ઘરોના 30416 લોકોને ફરજિયાત ક્લસ્ટર કરાયા છે. ખટોદરા ગાંધીનગર સોસા.ના 600 ઘરોના 2997 લોકો કલસ્ટર જાહેર કરાયા છે. તો ઉધનામાં વિવિધ વિસ્તારો તેમજ સોસાયટીના કુલ 9074 ઘરોના 41,859 લોકોને કલસ્ટર મુક્ત કરાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2NKuJAE

Comments