મલ્ચિંગ, સ્લિવિંગ અને પોષય થેલી પદ્ધતિથી કેળાનું ઉત્પાદન 15 ટકા વધશે, ખાતર-પાણીની 30થી 40 ટકા બચત પણ થશે

ભરૂચ સ્થિત નવસારી કૃષિ કોલેજના સંશોધન કર્તાઓએ ભરૂચ વિસ્તારમાં કેળાના પાકના ઉત્પાદનમાં વધારો કરવાની યોગ્ય પધ્ધતિ વિકસાવી છે. કેળામાં મલ્ચિગ, સ્લિવિંગ અને પોષય થેલીથી ઉત્પાદનમાં વધારો કરી આર્થિક સક્ષમ થઇ શકાય. આ પધ્ધતિને યોગ્ય માર્ગદર્શન હેઠળ અપનાવવાથી કેળાના ઉત્પાદનમાં 12થી 15 ટકાનો વધારો થશે. ઉપરાંત 20થી 40 ટકા ખાતર અને 30થી 40 ટકા પાણીની બચત થશે, જેનાથી આર્થિક ભારણ આપ મેળે ઓછું થશે.

પાકનું ઉત્પાદન 10થી 15 દિવસ વહેલું તૈયાર થઇ જાય અને નિંદણનો ઉપદ્રવ 80થી 90 ટકા ઓછો થઇ જાય છે.કૃષિ કોલેજના તજજ્ઞ ડો.તુષાર પટેલે જણાવ્યુ કે, ખેતીમાં પણ આધુનિકિકરણ જરૂરી છે. ઉત્પાદનમાં વધારા માટે તજજ્ઞનું માર્ગદર્શન લેવું જોઇએ. માર્ગદર્શન માટે ભરૂચ સ્થિત કૃષિ કોલેજનો સંપર્ક કરો અથવા નવસારી કૃષિ યુનિ.ની ઓફિસીયલ વેબસાઇટની મુલાકાત લઇ તેમાં ખેડૂત માર્ગદર્શિકા ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. આ તમામ સેવાઓ નિઃશુલ્ક છે. જે ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડશે.

કેળાના પાકમાં સ્લીવિંગની વ્યવસ્થા
}મુખ્ય પાકના છોડની આજુબાજુની ખુલ્લી જમીનને પાક અવશેષો,ઘાસ કે પ્લાસ્ટિક વડે ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચીંગ કહેવાય. આનાથી પાણી,ખાતરનો વરરાશ ઘટે અને નિંદણ નહિવત થાય.
} કેળાની લુમો પુરેપુરી નિકળી ગયા બાદ વાદળી રંગની પોલીથીનની કોથળી ચઢાવવી તેને સ્લીવિંગ કહેવાય. આ પોલીથીન લુમને પનવસ વરસાદ,ગરમી,કીટકો,રોગ સામે પાકને રક્ષણ આપે છે.
} પોષણ થેલીમાં ગાયનું છાણ સહિત એમોનિયા સલ્ફેટ,પોટેશીયમ સલ્ફેટ જેવા ખાતરો યોગ્ય માત્રામાં ભરી કેળાની લૂમના છેડે બાંધવાથી પાકને પોષણ મળે છે. લૂમ દીઠ 3થી 4 કિલો વધુ ઉત્પાદન મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mulching, sleeving and nutrient bag method will increase banana production by 15% and also save 30 to 40% of fertilizer and water.


from Divya Bhaskar https://ift.tt/31sXzgK

Comments