અંબાજીમાં 17 દિવસમાં 1040 ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું, 3412 ભક્તોએ ટોકન લઈ દર્શન કર્યા

જગદજનની માં અંબાના ધામ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે દર્શનની વ્યવસ્થા કરાવ્યા બાદ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન માટે આવી શકે અને અવ્યવસ્થા ન થાય તે માટે ઓનલાઇન બુકિંગ કરાવીને ટોકન મેળવી દર્શન કરવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે જેને લઇ અંબાજીમાં 17 દિવસમાં 1040 ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. ઉપરાંત 3412 ભક્તો ઓનલાઇન ટોકન લઈ દર્શન કર્યા હતા.

વીઆઈપી દર્શન વ્યવસ્થા બંધ હોવાથી તમામ ભક્તો એક જ શક્તિ પરથી પ્રવેશ કરીને દર્શન કરી અને બહાર નીકળી રહ્યા છે

આ ઉપરાંત ઓનલાઈન અને પાવતીથી 4.73 લાખનું દાન મંદિર ટ્રસ્ટને મળ્યું હતું. જ્યારે 110 ગ્રામ સોનુ પણ દાનમાં આવ્યું હતું. આ અંગેની વિગતો આપતા શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે " માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ટોકન લઈ ને દર્શન કરવાની વ્યવસ્થાને વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે. વીઆઈપી દર્શન વ્યવસ્થા બંધ હોવાથી તમામ ભક્તો એક જ શક્તિ પરથી પ્રવેશ કરીને દર્શન કરી અને બહાર નીકળી રહ્યા છે જેને લઇ કોઈપણ પ્રકારની અડચણ ઊભી થતી નથી હજુ સુધી પ્રસાદ આપવાનું વિચાર કરવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા જારી રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અંબાજી ધામ : ફાઈલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/31wlP1w

Comments