કોંગી ધારાસભ્ય કોરોનાના પંજામાં, જામનગરમાં 18 કલાકમાં 19 કેસ

જામનગરમાં કોરોના વાયરસે રીતસર આતંક મચાવતા 18 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામજોધપુરના કોંગી ધારાસભ્ય કોરોનાના પંજામાં સપડાયા છે તો જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ સંક્રમીત થતાં અફડાતફડી પ્રસરી છે. કોરોનાનો કુલ કેસનો આંક 184 પર પહોંચ્યો છે. જામનગરમાં બુધવારે રાત્રીના 11 થી ગુરૂવારે સાંજે 6 વાગ્યા સુધીમાં એટલે કે 18 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલારિયાનો ગુરૂવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેઓ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગી નેતા ભરતસિંહ સોલંકી કે જેનો રિપોર્ટ બે દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો તેના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યાનું જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની ઓફીસ સેનેટાઇઝ કરાઈ હતી.

જી.જી. હોસ્પિટલમાં 79 સારવાર હેઠળ,9 દર્દીની હાલત ગંભીર: જિલ્લા કલેકટર
જામનગરમાં અત્યારે 99 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 કેસ જી.જી. હોસ્પિટલમાં છે અને બાકીના દર્દીઓને આયુર્વેદ કોલેજ તેમજ ઈએસઆઈએસ હોસ્પિટલમાં રીફર કરાયા છે. જી.જી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓમાંથી 9 દર્દીની હાલત ગંભીર છે. > રવિશંકર, જિલ્લા કલેકટર, જામનગર

જામનગરના આ વિસ્તારોમાં મહામારીએ પંજો પ્રસરાવ્યો
ગોકુલ એવન્યુ,ગાંધીનગર
કલ્યાણજી ચોક, ઝવેરીડેલી
બુરહાની પાર્ક, કાલાવડ નાકા બહાર
અમિત રેસીડેન્સી, વાલ્કેશ્વરી
કોપર સીટી, સાંઢિયા પુલ
મેડીકલ કેમ્પસ, જામનગર
પટેલ પાર્ક, સાંઈબાબા મંદિર પાસે
વસંત વાટિકા, રણજીતસાગર રોડ
રામેશ્વરનગર, ચામુંડા પાન સામે
નારાયણ નગર, ગુલાબ નગર
ગાયત્રીનગર,બેડેશ્વર
શ્રીજી કૃપા, કલ્યાણજીનો ચોક
શ્રીજી કૃપા, કલ્યાણજીનો ચોક
જય કલ્યાણ સોસાયટી, કાલાવડ નાકા
સિદ્ધિ વિનાયક પાર્ક , રણજીતસાગર રોડ
બાલનાથ સોસાયટી, મોરકંડા રોડ
બાલનાથ સોસાયટી, મોરકંડા રોડ,
બાલનાથ સોસાયટી મોરકંડા રોડ
ગજાનંદ સોસાયટી, ધ્રોલ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
19 cases in 18 hours in Jamnagar, in the clutches of Cong MLA Corona


from Divya Bhaskar https://ift.tt/3ezdiyt

Comments