કોરોના વૈશ્વિક મહામારી સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવી રહી છે ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા, જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર તરફથી કોરોના પ્રાથમિક સ્ક્રિનિંગ અને ટીબીના દર્દીના સ્ક્રિનિંગ માટેનું આધુનિક મશીન ફાળવવામાં આવતા ડાંગ જિલ્લાની આરોગ્ય સુવિધામાં વધારો થયો છે. સાથે સાથે હવે કોરોના વાઈરસ કોવિડ-19ના પ્રાથમિક રિપોર્ટ આહવા ખાતે જ કરી શકાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના કેસ ન વકરે તે માટેની તમામ તકેદારીઓ ગ્રાઉન્ડ લેવલથી રાખવામાં આવી રહી છે
ડાંગ કલેકટર એન.કે.ડામોરે કોરોના ટેસ્ટીંગ મશીનના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં આ સુવિધા શરૂ થતા આરોગ્યની સેવામાં વધારો થયો છે. ડાંગના લોકોના આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય વિભાગની ટીમનો સરાહનીય પ્રયાસ છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહે જણાવ્યું હતું કે પહેલા કોરોના ટેસ્ટીંગના રીપોર્ટ માટે સુરત જવું પડતું હતું. હવે કોરોના કોવિડ-19ના લક્ષણો ધરાવતા દર્દીની પ્રાથમિક તપાસ આહવામાં થઇ જશે. જેથી ડાંગના લોકોની સારવાર માટે ઝડપથી નિદાન થશે અને ડાંગ જિલ્લો હંમેશા કોરોનામુક્ત બની રહે તેવો અમારો પ્રયાસ રહેશે. જનરલ સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં આ મશીનના ઉદઘાટન પ્રસંગે સિવિલ સર્જન ડો.રશ્મિકાંત કોંકણી, રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા, લેબ ટેકનિશિયન પરિમલ પટેલ સહિત હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં એકમાત્ર ડાંગ જિલ્લો કોરોના મુક્ત રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના કેસ ન વકરે તે માટેની તમામ તકેદારીઓ ગ્રાઉન્ડ લેવલથી રાખવામાં આવી રહી છે. જેના પરિણામે ડાંગ જિલ્લામાં લોકો કોરોના મુક્ત રહ્યા છે. તેમ છતાં આગામી દિવસોમાં આ કેસ વકરે તો તેના માટેની તમામ સાવચેતીઓ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31kYW0R
Comments
Post a Comment