આપણી જિંદગીમાં આ કંપનીઓ થકી પણ ચીન ઘૂસણખોરી કરી ચૂક્યું છે, હજુ આ 19 કંપનીમાં ચીનનું રોકાણ છે

ચીનમાં નિયમ છે કે, ચીનની દરેક ખાનગી કંપનીએ તમામ પ્રકારના ડેટા સરકારને આપવા પડે છે. એટલું જ નહીં, જો ચીન બહારની કોઈ કંપનીમાં ચીનની કંપનીનું રોકાણ હોય, તો એ કંપનીનો ડેટા પણ ચીનની કંપની થકી ચીન સરકારને આપવો પડે છે. આ 19 કંપનીમાં ચીનનું રોકાણ છે.

  • બિગ બાસ્કેટ: દેશનો સૌથી મોટો ઓનલાઈન ગ્રોસરી સ્ટોર.
  • બાયજૂસ: ઓનલાઈન એજ્યુકેશન આપતું સૌથી મોટું પ્લેટફોર્મ.
  • ડ્રીમ-11: હાલમાં જ લોકપ્રિય થયેલું પોપ્યુલર ગેમિંગ એપ.
  • ડેલ્હીવરી: ઈ-કોમર્સમાં ચીજવસ્તુઓની ડિલિવરી કરતી કંપની.
  • હાઈક: ઓનલાઈન મેસેજિંગ એપ. બજારમાં તેનો હિસ્સો મોટો નથી.
  • ફ્લિપકાર્ટ: દેશના કુલ ઈ-કોમર્સ બિઝનેસમાં અડધાથી વધુ હિસ્સો.
  • મેકમાયટ્રિપ: દેશનું સૌથી મોટું ટ્રાવેલ પોર્ટલ.
  • ઓલા: દેશના ઓનલાઈન કેબ બિઝનેસમાં અડધાથી વધુ હિસ્સો.
  • ઓયો: બજેટ હોટલના સંગઠિત ક્ષેત્રમાં અડધાથી વધુ હિસ્સો.
  • પેટીએમ મૉલ: ઈ-કોમર્સમાં જગ્યા બનાવવાનો પ્રયાસ.
  • પેટીએમ: ઓનલાઈન ચુકવણીમાં સૌથી મોટો હિસ્સો.
  • પોલિસી બાજાર: ઓનલાઈન વીમા પોલિસી વેચતી કંપની.
  • ક્વિકર: સેકન્ડ હેન્ડ ચીજો ખરીદવા-વેચવાનું પ્લેટફોર્મ.
  • રિવિગો: ટેક્નોલોજી આધારિત લોજિસ્ટિક કંપની.
  • સ્નેપડીલ: ફ્લિપકાર્ટ-એમેઝોનથી પાછળ પડી ગયેલી ઈ-કોમર્સ કંપની.
  • સ્વિગી: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની, ઝોમેટો પછી સૌથી મોટી.
  • ઉડાન: બિઝનેસ ટુ બિઝનેસ ઈ-કોમર્સ પ્લેટફોર્મ.
  • ઝોમેટો: દેશની સૌથી મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
China has infiltrated our lives through these companies, yet China has invested in these 19 companies.


from Divya Bhaskar https://ift.tt/3iacoLj

Comments