પોરબંદરમાં 2 કેસ પોઝિટીવ, 2 શંકાસ્પદ

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગોકરણ અને પસવારી ગામના 2 યુવાનો મુંબઈથી આવ્યા હતા, આ યુવાનોના 3 વખત 3 જિલ્લાની લેબમાં રિપોર્ટ થયા હતા, આ બન્ને યુવાનનો રી કનફર્મેશન રિપોર્ટ જામનગરની લેબમાં કરવામાં આવતા બન્ને યુવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત સિવિલની લેબમાં રાણાવાવની એક સગર્ભા મહિલાનો સવોબના નમૂનાનો રિપોર્ટ તેમજ કડીયાપ્લોટના યુવાનનો શંકાસ્પદ કોરોના પોઝિટિવ આવતા, કનફર્મેશન માટે ફરીથી બન્ને ના સવોબનો નમૂનો આજે જામનગરની લેબ ખાતે મોકલવામાં આવશે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગોકરણ ગામે રહેતા એક 40 વર્ષીય યુવાન તાજેતરમાં મુંબઈથી પોરબંદર આવ્યો હતો, જ્યારે પસવારી ગામનો 40 વર્ષીય યુવાન ગત તા. 4/6ના રોજ મુંબઈથી પોરબંદર આવ્યો હતો, આ યુવાનને જિલ્લા ક્વોરન્ટાઇન કર્યા બાદ પસવારી ગામે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો, અને આ યુવાનનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયું હતું, બન્ને યુવાનના સવોબના નમૂના પોરબંદરની લેબમાં લેવાયા હતા, અને રિપોર્ટ માટે જૂનાગઢની લેબમાં મોકલ્યા હતા, જ્યાં 2 દિવસ 5 રિપોર્ટ પેન્ડિંગ રાખ્યા બાદ 5 રિપોર્ટની તપાસ કરતા આ બંને યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેથી કનફર્મેશન માટે પોરબંદરની લેબમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પણ એકનો રિપોર્ટ પોઝિટિવ અને એકનો રિપોર્ટ નેગેટિવ આવતા ફરી આ બન્ને યુવાનના સવોબના નમૂના લઈ જામનગરની લેબમાં મોકલવામાં આવતા, આ બન્ને યુવાનના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.

જેમાં પસવારી ગામે આ યુવાન વાડી વિસ્તારમાં રહેતો હોવાથી તે વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઇન નહિ થાય, તેવું ડો. બી.બી.કરમટાએ જણાવ્યું છે. ઉપરાંત પોરબંદરની લેબ ખાતે લેવાયેલા સવોબના નમુનાઓનો રિપોર્ટ કરવામાં આવ્યો છે, જેમાં રાણાવાવની એક 29 વર્ષીય સગર્ભા મહિલા નો રિપોર્ટ શંકાસ્પદ કોરોના પોઝિટિવ આવતા આજે ફરીથી આ મહિલાના સવોબનો નમૂનો જામનગર ની લેબ ખાતે મોકલવામાં આવશે. આ મહિલા રાણાવાવમાં એક સગાઇના પ્રસંગમાં ગયા હતા, અને રાજકોટથી આવેલ યુવાન તેના સબંધી હોય અને આ રાજકોટના યુવાનને કોરોના પોઝિટિવ આવતા, મહિલાને જિલ્લા ક્વોરન્ટાઇન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા, અને તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમજ પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતો 42 વર્ષીય યુવાન રાજકોટથી આવ્યો હતો, અને આ યુવાનને તાવ, શરદી હોવાથી ખાનગી તબીબ પાસે સારવાર માટે ગયો હતો, અને ખાનગી તબીબે તેને સિવિલમાં રીફર કર્યો હતો.

ગોકરણ ગામે 4 ઘરને માઈક્રો ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા
ગોકરણ ગામનો યુવાન કોરોના પોઝિટિવ આવતા તેના ધર નજીક 4 ઘરોના 20 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તાર હેઠળ જાહેર કરી,આ વિસ્તાર માંથી લોકોને અંદર બહાર આવવા પર પ્રતિબંધ મુકી, તેઓને જીવન જરૂરી ચીજો મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.

જિલ્લામાં 4 કેસ એક્ટિવ
6 દર્દી આઇસોલેશનમાંપોરબંદર સિવિલના આઇસોલેશન વોર્ડમાં અગાઉના 2 યુવાન ઉપરાંત ગોકરણ ગામનો 1 અને પસવારી ગામનો 1 યુવાન તેમજ રાણાવાવ ગામની સગર્ભા મહિલા તેમજ પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારનો યુવાન શંકાસ્પદ કોરોના પોઝિટિવ આવતા બન્ને ને આઇસોલેશન માં દાખલ કરવામાં આવતા હાલ 6 દર્દી છે.

પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 16 એ પહોંચ્યો
પોરબંદર જિલ્લામાં કુલ 14 કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો હતો, જેમાં પસવારી અને ગોકરણ ના 2 યુવાન આવતા આંકડો 16 એ પહોંચ્યો છે, હાલ 4 કેસ એક્ટિવ છે, હજુ 2 દર્દીના રિપોર્ટ કનફર્મેશન માટે જામનગર મોકલવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
2 cases positive, 2 suspects in Porbandar


from Divya Bhaskar https://ift.tt/2NzWUCf

Comments