સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દર્દીઓના સારસંભાળ માટે સગા વ્હાલાઓને રહેવુ પડતું હોય તે માટે સિક્યુરિટી ગાર્ડ દ્વારા રૂ.200 ઉઘરાણા કરતા હોવાથી ગુરૂવારે સવારે મહિલાઓ વિફરતા ભરે દેકારો બોલી ગયો હતો.જેના પગલે હોસ્પિટલ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતાં અને મામલાની તપાસ શરૂ કરી હતી.
મળતી માહીતી મુજબ જામનગર જી.જી હોસ્પિટલનાં સૌથી બદનામ ગાયનેક વિભાગમાં ગામડાઓ તેમજ શહેરમાંથી અનેક મહિલાઓ સારવાર માટે આવે છે.જેની સાથે સાર-સંભાળ લેવા માટે તેમના નજીકના સગા-વ્હાલાઓ પણ આવતા હોય છે.જે રાતે વોર્ડમાં તેમની સાથે રોકાતા હોય છે.હવે આ બાબતમાં પણ કમાવી લેવાની વૃતિ ધરાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા વોર્ડમાં રોકાવાના રૂ.200 લેખે ઉઘરાણા ચાલુ કરી દીધા જે ગરીબ લોકો પૈસા ન આપી શકે તેને બહાર કાઢવામાં આવતા આ મુદ્દે મહીલાઓ વિફરી હતી અને દેકારો બોલાવી ફરીયાદ કરતા ભારે દોડાદોડી થઇ ગય હતી.ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને પગલા લેવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.
મારા સુધી ફરિયાદ આવી નથી, જવાબદારો સામે પગલાં
મારા સુધી આવી કોઇ ફરિયાદ આવી નથી પરંતુ હુ ચોક્કસપણે આની તપાસ કરાવીશ અને જવાબદારો સામે પગલા લેવામાં આવશે. > ડો.દિપક તિવારી, મેડીકલ સુપ્રિટેન્ડન્ટ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YyDbcl
Comments
Post a Comment