2020માં હવે લગ્નના માત્ર 13 અને 2021માં 43 મુહૂર્ત

આગામી 10 મહિનામાં લગ્નનાં ફક્ત 13 જેટલાં જ મુહૂર્ત છે. આ વર્ષે કોરોના મહામારીના પગલે માર્ચ મહિના સુધીમાં ઘણાં ઓછાં લગ્ન સંપન્ન થઇ શક્યાં છે. દેવશયની એકાદશી એટલે કે 1 જુલાઈથી ચાતુર્માસ શરૂ થશે, જે આ વર્ષે આષો મહિનો અધિક હોવાથી ચાતુર્માસ 5 મહિનાનો રહેશે. જેથી લગ્નના મુહૂર્ત 25 નવેમ્બર પછી પ્રાપ્ત થશે. જેમાં પણ લગ્નના નક્ષત્ર અને શ્રેષ્ઠ મુહૂર્તનો વિચાર કરીએ તો નવેમ્બર મહિનામાં 2, ડિસેમ્બરમાં 7 દિવસના જ લગ્નના મુહૂર્ત રહેશે.

જયોતિષાચાર્યોએ જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2021 ધનારક અને ત્યારબાદ એપ્રિલ મહિના સુધી ગુરુ-શુક્ર ગ્રહના અસ્ત અને મીનારકના કમૂરતાં હોવાના કારણે 13 એપ્રિલ-2021 પછી શુભ વિવાહના મુહૂર્ત પ્રાપ્ત થશે. આ વર્ષે લગભગ 70 જેટલાંમુહૂર્ત હતાં.આવતા વર્ષે લગ્ન માટે 43 જેટલાં મુહૂર્ત પ્રાપ્ત થાય છે. જ્યારે આવનાર 10 મહિના દરમિયાન વિવાહના ફક્ત 13 મુહૂર્ત છે. જેથી લગ્ન ઇચ્છુક લોકોએ એપ્રિલ-2021 સુધી રાહ જોવી પડશે.

જૂનના મુહૂર્ત પછી 25 નવેમ્બર સુધી બ્રેક
ભડલી નોમ એટલે અષાઢ સુદ નોમ, જે 29 જૂનના રોજ છે. અષાઢ માસની નવરાત્રીનો છેલ્લો દિવસ પણ છે. આ નોમને શ્રી હરિ જયંતી નોમ પણ કહેવાય છે. ખાસ કરી ઉત્તર ભારતમાં આ દિવસે અનેક લગ્નનાં આયોજન થતાં હોય છે. અખાત્રીજ જેવું આ વણજોયું મુહૂર્ત છે. જૂન મહિનામાં 25 પછી હવે 29 તારીખના રોજ વિવાહનું મુહૂર્ત છે. જૂનના મુહૂર્ત પછી 25 નવેમ્બર સુધી લગ્નસરાને બ્રેક લાગશે.

ગુરુ -શુક્ર ગ્રહ અસ્ત હોવાથી મુહૂર્ત નહીં મળે
ધનારક એટલે 14 જાન્યુઆરી-2021 પછી પણ લગ્ન યોગ્ય મુહૂર્ત પ્રાપ્ત થતાં નથી. કારણકે 19 જાન્યુઆરી-2021 થી 11 ફેબ્રુઆરી-2021 સુધી ગુરુ ગ્રહ અસ્ત રહેશે. જ્યારે 19 ફેબ્રુઆરી-2021 થી 17 એપ્રિલ- 2021 સુધી શુક્ર ગ્રહ અસ્ત રહેશે. શાસ્ત્રીય પ્રમાણ અનુસાર ગુરુ અને શુક્ર ગ્રહ અસ્ત હોવાથી માંગલિક કર્યો થઇ શકતાં નથી. જેના પગલે એપ્રિલ-2021 સુધી લગ્ન જેવા માંગલિક પ્રસંગોને ખૂબ મોટી અસર થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now only 13 wedding moments in 2020 and 43 moments in 2021


from Divya Bhaskar https://ift.tt/2VGcroz

Comments