અમદાવાદની ત્રણ સ્કૂલે 2200 વિદ્યાર્થીઓની 2 મહિનાની ફી માફ કરી

લૉકડાઉન દરમિયાન સ્કૂલો બંધ હતી છતાં ફી વસૂલવા સ્કૂલો વાલીઓ પર દબાણ કરી રહી છે ત્યારે પૂર્વ અમદાવાદની 3 સ્કૂલે 2200 વિદ્યાર્થીઓની બે મહિનાની ફી માફ કરી છે.

ગોમતીપુરની લીંબાટી શેરીમાં આવેલી દવે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એલ.જે.દવે પ્રાથમિક સ્કૂલમાં બાલમંદિરથી લઈ આઠમાં ધોરણ સુધી આશરે 1600 બાળકો અભ્યાસ કરે છે. તેજ વિસ્તારની ડૉ. આંબેડકર પ્રાથમિક શાળામાં આશરે 300 અને રખિયાલની લક્ષ્મીશંકર પ્રાથમિક સ્કૂલમાં આશરે 300 એમ કુલ 2200 જેટલા બાળકો અભ્યાસ કરે છે. ત્રણ દાયકાથી કાર્યરત આ ત્રણે સ્કૂલમાં મોટાભાગે આજુબાજુની ઝૂંપડપટ્ટી, ચાલી અને ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

દવે એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રપ્રકાશ દવેએ કહ્યું કે, અમારી સ્કૂલો સામાન્ય ઘરના અને મધ્યમવર્ગના બાળકો માટે છે. અમારો ઉદ્દેશ ક્યારેય શિક્ષણનું વ્યાપારીકરણ કરવાનો રહ્યો નથી. તેમણેઉમેર્યું કે, લૉકડાઉન દરમિયાન સ્કૂલનો નિભાવ ખર્ચ પણ લાખો રૂપિયા થયો છે, પણ કોઈ જ ચિંતા કર્યા વગર બાળકોની ફી માફ કરવા નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યો નથી.

ફી માફી ફાધર્સ ડે ને સમર્પિત કરાઈ
21 જૂન ફાધર્સ ડે તરીકે ઊજવાય છે ત્યારે દવે એજ્યુકેશન ટ્રસ્ટ લક્ષ્મીશંકર દવેના નામે શરૂ થયેલી આ સંસ્થાના ટ્રસ્ટીઓએ ફાધર્સ ડે નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓની ફી માફી કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે ત્રણ દાયકાથી કાર્યરત આ શાળામાંથી એક પણ કમાણીનો રૂપિયો તો ઘરે લઈ ગયા નથી.

ફાઈવસ્ટાર સ્કૂલો વધુ દબાણ લાવે છે
અમદાવાદની ફાઈવસ્ટાર સ્કૂલો વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી વસૂલે છે. હાલની પરિસ્થિતિમાં પણ આ શાળાઓ વિદ્યાર્થીઓની બાકી રહેતી ફી માટે ફોન કરી વાલીઓ પર દબાણ કરી નામ કમી કરવાની ધમકી આપે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BQmyQd

Comments