સુરત શહેર-જિલ્લામાં છૂટોછવાયો વરસાદઃ ડાંગમાં 26 mm વરસાદ ખાબક્યો

સુરત શહેર અને જિલ્લામાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના તમામ તાલુકા કોરાક્ટ રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ગોરંભાયો છે. વાછળ છાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ડાંગના સુબીરમાં 26એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે આહવામાં સાત અને કપરાડામાં સાત એમએમ વરસાદ પડ્યો હતો. વાવણી બાદ ખેતીના પાક પર હળવો વરસાદ પડતાં ધરતીપુત્રો માટે કાચુ સોનું વરસ્યું હોય તેવી લાગણી અનુભવવામાં આવી હતી. સુરત શહેરમાં સાત એમએમ વરસાદથી ગરમી અને બફારાના માહોલમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સોનગઢમાં વરસાદથી પાણી વહેતા થયા
સોનગઢમાં વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતાં. એકાદ બે ઈંચ જેટલા વરસાદના પગલે રસ્તાઓ પર જાણી નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. જો કે, હજુ સુધી દક્ષિણ ગુજરાતમાં દર વર્ષની જેમ મેઘરાજાની મનમુકીને સવારી આવી નથી. જેથી સારો વરસાદ થાય નદીઓ વહેતી થાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સોનગઢમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતાં.


from Divya Bhaskar https://ift.tt/3dAMGfq

Comments