મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં પઠાણી ઉધરાણી કરનાર બે અસામાજિક તત્વોને પોલીસે પાસા હેઠળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં આવેલ અસામાજિક તત્વો માઘવ જીવણભાઈ જીલરીયા ર અને શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા રહે-પંચાસર મોરબી વાળાઓ અવારનવાર ઉચા વ્યાજે ધિરાણ કરવા અને તેની વસુલાત માટે પઠાણી ઉધરાણી કરી વ્યાજ વટાવ ગુન્હાઓ હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ એસપીનાં માર્ગદર્શનમાં જ એ ડીવીઝન પોલીસે ડિસ્ટ્રિક્ટ. મેજિસ્ટ્રેટ વિરુદ્ધ પાસાની પ્રપોઝલ કરી હતી જે પ્રપોઝલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરી પાસા હેઠળ ધકેલવા આદેશ આપ્યો હતો જે બાદ પોલીસે બંનની ધરપકડ કરી પાસા હેઠળ સુરત લાજપોર જેલ હવાલે કર્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hZxyLQ
Comments
Post a Comment