2 દિવસમાં ગાજવીજ અને પવન સાથે  ઝાપટાંની વકી

અમદાવાદમાં સોમવાર અને મંગળવાર જ્યારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં 2 જુલાઇ સુધીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.રાજ્યમાં 2 જુલાઈ સુધીમાં વરસાદ પડી શકે છે

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી જેટલું વધીને 38.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 28.8 ડિગ્રી નોંધાયું હતુું. જેને કારણે અમદાવાદમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ગરમી-બફારાથી લોકો ત્રસ્ત થયાં હતા. અમદાવાદમાં 29 અને 30 જુન વચ્ચે પવન અને ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 6 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી જતાં ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર 39.8 સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારબાદ રાજકોટ- 39.7, ડીસા- 39.0 કંડલા પોર્ટ- 38.9, અમદાવાદ- 38.7 અને કંડલા એરપોર્ટ- 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. પરંતુ, 29 જુનથી 2 જુલાઇ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાથી લઇને હળવોથી મધ્યમ વરસાદ પડવાની વકી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3dOny53

Comments