ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિના ની અંદર મચ્છરજન્ય રોગો ની અંદર વધારો જોવા મળે છે હાલમાં દેશભરમાં કોરોના વાયરસના લીધે માર્ચ મહિના થી લોકડાઉન જાહેર કરવામાંઆવેલ છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ગીર સોમનાથ જિલ્લામા લોકોના આરોગ્ય ની કાળજી લેવાય તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગત વર્ષે 2019 મા માર્ચ મહિનામાં મલેરિયાનો 1 એક કેસ નોંધાયા હતો અને ડેન્ગ્યુનો 0 કેસ નોંધાયો હતો.
વરસાદ બાદ મોટી સંખ્યામાં મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસ વધતાં હોય છે.
આ વર્ષ 2020 મા માર્ચ મહિનામાં 11 કેસ મેલેરીયા નોંધાયા હતા અને ડેન્ગ્યુ નો 1 કેસ નોંધાયા છે તો એપ્રિલ મહિનામાં 2019 મા 4 મેલેરિયા ના કેસ નોંધાયા હતા તો ડેન્ગ્યુ ના 1 કેસ નોંધાયા છે તો એપ્રિલ 2020 મા 3 મેલેરિયા અને ડેન્ગ્યુ નો એક પણ કેસ નોંધાયા નથી તો મે 2019 ના વર્ષ ના માર્ચ મહિનામાં મેલેરિયા ના 9 કેસ તો ડેન્ગ્યુ નો એક કેસ નોંધાયા હતો 2020 મા મે મેલેરીયા નો 7 કેસ અને ડેન્ગ્યુ નો એક કેસ નોંધાયા છે આમ ગત વર્ષે 2019 મા ત્રણ મહિના મા મેલેરિયા ના 14 કેસ અને ડેન્ગ્યુ ના 2 કેસ નોંધાયા હતા જે ચાલુ વર્ષે 2020 મા મલેરિયા ના 21 કેસ અને ડેન્ગ્યુ ના 2 કેસ નોંધાય છે તો વર્ષે 2020 ના ત્રણ મહિના મા મલેરિયા ના કેસ મા વધારો જોવા મળૈ છે.
હાલમાં વરસાદ બાદ મોટી સંખ્યામાં મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસ વધતાં હોય છે જેથી આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીનાં ભાગરૂપે લોકોને જાગૃત કરવાનાં કાર્યક્રમો કરવામાં આવી રહયાં છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, ચોમાસાની ઋતુમાં અનેક જગ્યાએ પાણી ભરાતા હોય છે. જેથી મચ્છરજન્ય રોગચાળો વકરી શકે છે. જેથી લોકોમાં પણ જાગૃત્તતા જરૂરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3i0DjZH
Comments
Post a Comment