નિકોલની વેદાંત સ્કૂલે 30 જૂન સુધી વર્ષની ફી ભરનારાને 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે

નિકોલની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે વર્ષની ફી એક સાથે ફી ભરનારા વાલીને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરતા વાલીઓમાં જ વિરોધ છે. વાલીઓનો આક્ષેપ છે કે જે વાલી પાસે અત્યારે સગવડ નથી તેમની સ્થિતિને ધ્યાને લઇને ત્યારબાદ ડિસ્કાઉન્ટ આપવું જોઇએ.

વાલીના જણાવ્યા પ્રમાણે, સંચાલકોએ વાલીઓને મેસેજ કર્યા હતા. જેમાં 30 જૂન સુધી એક સાથે ફી ભરનારા વાલીને ડિસ્કાઉન્ટ અને 30 જૂન બાદ કોઇ વાલીને ડિસ્કાઉન્ટ નહીં મળે. જ્યારે સ્કૂલ સંચાલક ભરત સવાણીનું કહેવું છે કે, વાલીઓની જ માંગ હતી કે જો અમે એક સાથે આખા વર્ષની ફી ભરી દઇએ તો વાલીઓને થોડો લાભ મળે તેવી વ્યવસ્થા સ્કૂલ કરે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3g43nkU

Comments