સતત 30 દિવસ સુધી વેન્ટિલેટર પર અને 13 દિવસ હોસ્પિટલમાં કાઢ્યા પછી યુવકે કોરોનાને હંફાવ્યો

સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 33 વર્ષના વિજય ઠાકોર નામના દર્દીએ સતત 30 દિવસ વેન્ટિલેટર પર અને એ પછી 13 દિવસ હોસ્પિટલમાં ગુજારી કોરોનાને હંફાવ્યો છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં વિજય ઠાકોરને સીધો વેન્ટિલેટર પર મૂકવો પડ્યો હતો. વિજય ઠાકોરના જણાવ્યા મુજબ, સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલના અથાગ પ્રયત્નો અને ડોક્ટરો તરફથી શ્રેષ્ઠ સારવાર મળી હતી. મારા માટે તેઓ ખરા અર્થમાં ભગવાન છે. તેમણે મારી સાથે મારી પત્ની અને બે બાળકોના પણ જીવ પણ બચાવ્યા છે. જો હું સિવિલ ના આવ્યો હોત તો હું બચીશક્યો ન હોત અને મારો પરિવાર રઝળીપડ્યો હોત.

નિયમિત મને વીડિયો કોલથી વાત કરાવતા
અહીંના તબીબો દિવસ-રાત અમારી સારસંભાળ રાખતા. હું 30 દિવસ વેન્ટિલેટર પર હતો ત્યારે મારા પરિવારને પણ નિયમિત વિડીયો કોલથી વાત કરાવતા હતા. તેમણે જણાવ્યું કે, ડાયાબિટીસ, બી. પી. કે અન્યબિમારી ધરાવતા દર્દી માટે તો કોરોના ખૂબજ ગંભીર પરિણામો નોંતરે છે. મારા જેવા સ્વસ્થ વ્યક્તિને આટલો લાંબો સમય કોરોના સામે ઝઝૂમવું પડે તે અતિગંભીર પરિસ્થિતિ હતી. પરંતુ, સિવિલની સારવાર, અત્યાધુનિક મશીનરી, તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય સ્ટાફની સંવેદનશીલતા, દર્દીને બચાવવાની પ્રતિબદ્ધતાથી જ હું આજે શ્વાસ લઇ રહ્યો છું.

ફેફસાં જાતે ઓક્સિજન ન લઈ શકતા ગંભીર સ્થિતિ સર્જાઈ
ફેફસામાં ગંભીર ઇન્ફેક્શનને લીધે ફેફસાની કાર્યક્ષમતા એકદમ ઘટી ગઇ હતી. જેને કારણે રોગ પ્રતિકારક શકિત ઘટી ગઇ હતી. પ્રોટોકોલ મુજબ દર્દીને ગંભીર ઇન્ફેકશન ન હોય તો 10 દિવસ બાદ રજા આપીએ છીએ પણ આ દર્દીના ફેફસામાં ઇનફ્કેશન વધુ ફેલાયેલું હતું અને ફેફસા ઓક્સિજન જાતે લઇ શકતા ન હોવાથી 3થી 4 અઠવાડિયા વેન્ટિલેટર પર રાખવો પડ્યો. ઉપરાંત દવાની સાથે સ્ટીરોઇડ અપાયું હતું. તેમજ રજા આપ્યાં બાદ ફેફસાની કાર્યક્ષમતા વધે તે માટે યોગની સલાહ આપી છે. - ડો. એમ. એમ. પ્રભાકર, ઓફિસર ઓન સ્પેશ્યિલ ડ્યુટી, સિવિલ હોસ્પિટલ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોનાને હરાવી જીત મેળવનાર વિજય ઠાકોર ડોક્ટર સાથે


from Divya Bhaskar https://ift.tt/3ibxLLU

Comments