30 મીમી સુધી વરસાદ, ઉકાઇ ડેમમાં 6619 ક્યુસેક આવક યથાવત, સપાટી 317.20 ફૂટ

સોમવારે શહેર અને જિલ્લામાં 1 મીમીથી લઇ 30 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. શહેરમાં 7 મીમી વરસાદ તો જિલ્લામાં ચોર્યાસી, માંગરોળ, ઓલપાડને બાદ કરતા બાકીના તાલુકા કોરાક્ટ રહ્યા હતા. શહેરમાં સવારે 9થી 12 વાગ્યાના સમયે વરસાદ વરસ્યો હતો. શહેરમાં મૌસમનો કુલ વરસાદ 184 મીમી પર પહોંચ્યો છે. આગામી બે દિવસ સુધી છુટાછવાયા કે સામાન્ય વરસાદની આગાહી છે. ઉપરવાસમાં સામાન્ય વરસાદને લઇ ઉકાઇ ડેમમાં સતત બીજા દિવસે 6619 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. મોડીસાંજે 6 વાગે ઉકાઇની સપાટી 317.60 ફુટ હતી. ઇનફલો અને આઉટફલો 6619 ક્યુસેક છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી હતું. સવારે ભેજનું પ્રમાણ 83 ટકા અને સાંજે 74 ટકા નોંધાયું હતું. સાઉથવેસ્ટ દિશાથી 5 કિ.મી ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સોમવારે પડેલા વરસાદ ને કારણે શહેરના સચીન જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર બે ફુટ જેટલા પાણી ભરાતા રાહદારીઓ પરેશાનીનો ભોગ બન્યા હતા. સાથે થોડાક સમય માટે ટ્રાફિકજામના પણ થયો હતો.


from Divya Bhaskar https://ift.tt/3dEUTiA

Comments