અષાઢી બીજના મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણીના હસ્તે દરબારગઢમાં નવા દરવાજાના ભૂમિપૂજનથી નિર્માણની શરૂઆત કરવામાં આવી છે. આ ભવ્ય દરવાજો પાળેશ્વર ચોકથી હોળી ચકલા સુધી જતા રોડ પર ગઢ દિવાલના ખાંચાવાળી જગ્યાએ કાયમી બંધ રહેતા જૂના ગેટની બાજુમાં બનવાથી ટુરિસ્ટ સિઝનમાં સર્જાતી ટ્રાફિક સમસ્યામાં પણ રાહત થશે અને મોટા વાહનો પણ સહેલાઇથી અવર-જવર કરી શકશે. આ અસલ રાજાશાહી કિલ્લાના કલાત્મક કાષ્ટના દરવાજાના નિર્માણ માટે મહારાઓએ રૂ.30 લાખ ફાળવ્યા છે. આ ગેટની ડીઝાઇન આર્કિટેક રાજ ગોહિલે બનાવી છે અને બાંધકામ પ્રાગ મહેલ પેલેસના સિનિયર એન્જિનિયર રજનીકાંતભાઈ જોશીની દેખરેખ નીચે થવાનું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Vl05ls
Comments
Post a Comment