મેવાસા ખનીજ ચોરી , વીજચોરી થયાનો ઘટસ્ફોટ, 3.68 લાખનો દંડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 22 મીના રોજ આરઆરસેલ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપી પાડી હતી.જેમાં વીજજોડાણ મેળવ્યા વગર જ વીજચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો છે.પીજીવીસીએલે રૂપિયા 3.68 લાખ જેટલું બિલ પણ ફટકાર્યું છે. મેવાસા ખનીજચોરી પ્રકરણમાં મોટામાથાની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી અને એથી જ આગામી સમયમાં આ મામલે મોટા કડાકા-ભડાકા થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સ્થળેથી કરોડો રૂપિયાની ખનિજચોરી બહાર આવી
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ડાડુ પીઠાભાઈ કંડોરીયા નામના એક વ્યક્તિના સર્વે નંબર 152 વાળી જગ્યા પર ગત તા. 22 મી મેના રોજ રાજકોટ રેન્જ વિભાગ દ્વારા દરોડો પાડી રૂપિયા અઢી કરોડની કિંમતના વાહનો સાથે આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી કરોડો રૂપિયાની ખનિજચોરી બહાર આવી હતી.જે અનુસંધાને વીજ તંત્ર દ્વારા આ સ્થળે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.મેવાસા ગામના ડાડુ પીઠાભાઈ કંડોરીયાની જગ્યામાં પીજીવીસીએલના નાયબ ઈજનેર સહિતના સ્ટાફે ચેકિંગ કરતા બોકસાઈડ ખાણામાં ગેરકાયદેસર વિજકેબલ જોડી,બે નંગ વીજ મોટર મારફતે બોકસાઈટના ખનન કરવામાં પાણી અવરોધરૂપ થતું હોય તેના નિકાલ માટે ખાણમાંથી પાણીનું પમ્પિંગ કરી વાણિજ્ય હેતુ માટે બિનઅધિકૃત રીતે વીજ ચોરી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.પીજીવીસીએલના ડિવિઝનના અધિકારી દ્વારા રૂ. 3,63,483/- ની વીજચોરી તથા કમ્પાઉન્ડીંગ ચાર્જ રૂપિયા 5,000 ની ચોરીની ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mewasa mineral theft | Power theft revealed, fine of Rs 3.68 lakh


from Divya Bhaskar https://ift.tt/2B1Sod5

Comments