પાલાના ચોકમાં 3 ભૂગર્ભ ગટર ઉભરાઇ, તંત્રનાં આંખ આડા કાન

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ પાલાના ચોકમાં અવારનવાર ભૂગર્ભ ગટર છલકાવાની ફરિયાદો ઉઠે છે, ત્યારે છેલ્લા એક અઠવાડીયાથી આ વિસ્તારની 3 ભૂગર્ભ ગટર છલકાઈ છે, સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે, ગટરનું ગંદુ પાણી તાકવાળા મામાના મંદિર સુધી પહોંચે છે, જેથી ગંદા પાણી વચ્ચેથી પસાર થઈને મંદિરમાં જવું પડતું હોવાથી શ્રધ્ધાળૂઓની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે, ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધ ફેલાય છે, ભૂગર્ભ ગટર અંગે અવારનવાર તંત્રને જાણ કરી છે, પરંતુ નિરાકરણ થતું નથી, જેથી તાત્કાલિક ભૂગર્ભ ગટર ની સમસ્યા અંગે કામગીરી કરી અને ઉભરાતી ગટરના પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In Palana Chowk 3 underground gutters emerged, the eyes of the system lying on the ears


from Divya Bhaskar https://ift.tt/2NxU1Sp

Comments