કોરોનાની ગતિ એકાએક ધીમી પડી, જામનગરમાં વધુ 4, લાલપુરમાં 1 કેસ

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની ગતિ એકાએક ધીમી પડતા લોકોમાં હાશકારાની સાથે આશ્ચર્ય સર્જાયું છે. જામનગરમાં વધુ 4 અને લાલપુરમાં 1 કેસ નોંધાયો છે. લાલપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન સંક્રમીત થતાં યાર્ડના કર્મચારીઓ અને ખેડૂતોમાં અફડા-તફડી મચી ગઇ છે. શહેરના વાલેકેશ્વરી, નાનકપુરી અને ઘાંચીની ડેલી વિસ્તારમાં કેસ નોંધાયા છે.

જામનગરમાં કોરોનાના કહેરના કારણે સપ્તાહ દરમ્યાન રોજના 10 થી માંડીને 19 કેસ નોંધાયા હતાં. પરંતુ છેલ્લાં બે દિવસમાં કોરોનાની ગતિ એકાએક ધીમી પડતાં લોકોમાં રાહત સાથે આશ્ચર્ય અને અનેક સવાલો ઉઠયા છે. શુક્રવારે જામનગરમાં ફકત 3 કેસ નોંધાયા હતાં.જયારે શનિવારે 24 કલાક દરમ્યાન 5 કેસ નોંધાયા છે. જેમાં શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં 28 વર્ષનો યુવાન, રણજીતસાગર રોડ ઉપર નાનકપુરીમાં 45 વર્ષના મહિલા, ઘાંચીની ખડકી વિસ્તારમાં બાપા શેઠના ડેલા પાસે 45 વર્ષના મહીલા અને પુરૂષ તથા લાલપુરમાં ચાર થાંભલા વિસ્તારમાં 62 વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે. કોરોનાની ઝપટમાં લાલપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ આવી જતાં યાર્ડના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ છે.શનિવારે 81 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા તો 55 સેમ્પલના રિપોર્ટ બાકી રહ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The speed of Corona suddenly slowed down, 4 more in Jamnagar, 1 case in Lalpur


from Divya Bhaskar https://ift.tt/2B7m6gQ

Comments