કોરોનાના કેસ વધતાં વધુ સાત વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા, કુલ 44

શહેરમાં રવિવારે નવા 7 વિસ્તારોને કન્ટેઇનમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે સાથે હવે શહેરમાં 44 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કર્યા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં નવા 198 કેસ નોંધાયા હતા અને 13 દર્દીના મૃત્યુ થયા છે. સતત બીજા દિવસે કેસ 200થી નીચે આવ્યા છે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને હેઠળ રવિવારે મળેલી બેઠકમાં પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના સાત વિસ્તારોને આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ 20 જૂને 36 વિસ્તારોને તેમજ 26 જૂને 1 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા હતા. જેમાં રવિવારે બીજા વધારાના સાત વિસ્તારોને ઉમેરવામાં આવ્યા છે.

હોટસ્પોટ ગણાતા મધ્ય ઝોનમાં માત્ર છ કેસ
કોરોના મહામારીની શરૂઆત અમદાવાદ શહેરના હોટસ્પોટ વિસ્તાર ગણાતા મધ્ય ઝોનમાં શનિવારે માત્ર છ કેસ નોંધાયા હતા. જેમાં પણ સૌથી હોટસ્પોટ એવા જમાલપુરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. શહેરમાં શનિવારે કોરોના સંક્રમિત કેસોનો આંક 200ની નીચે રહ્યો હતો જેમાં સૌથી ઓછા કેસ મધ્ય ઝોનમાં નોંધાયા હતા જ્યારે સૌથી વધારે કેસ પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતા.

અધિકારીઓને અંતે ફિલ્ડમાં ઉતારાયા
કેન્દ્રના સચિવ લવ અગ્રવાલે મ્યુનિ. અધિકારીઓને ખખડાવ્યા બાદ હવે ઉચ્ચ કક્ષાએથી આદેશો આપી ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ ડેપ્યુટી કલેક્ટરને ફિલ્ડમાં જવા આદેશો અપાયા છે. ખાસ કરીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવા માટે આદેશો થયા છે. ત્યાં જઈ મુલાકાતની તસવીરો પણ મોકલવા નિર્દેશો આપ્યા છે.

વાસણા, નારણપુરા, બોડકદેવના આ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં

ઝોન વિસ્તાર ઘર વસ્તી
ઉ.પશ્ચિમ ગજરાજ સોસાયટી ચાંદલોડિયા 80 340
ઉ.પશ્ચિમ મારુતિ કોમ્પ્લેક્સ બોડકદેવ 15 76
દ.પશ્ચિમ જૂનો રોહિત વાસ સરખેજ 160 526
પશ્ચિમ કૃપા ફ્લેટ વાસણા 48 168
પશ્ચિમ ઠાકોર વાસ અને ડાહ્યાભાઈની ચાલી સાબરમતી 175 500
પશ્ચિમ કર્ણાવતી ફ્લેટ નારણપુરા 504 1740
પશ્ચિમ તેજેન્દ્ર નગર સોસાયટી ચાંદખેડા 270 1080

કયા ઝોનમાંકેટલા કેસ

ઝોન કેસ
મધ્ય 6
પશ્ચિમ 64
ઉત્તર પશ્ચિમ 22
દક્ષિણ પશ્ચિમ 24
ઉત્તર 31
પૂર્વ 26
દક્ષિણ 24


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2CR6UF1

Comments