જૂનાગઢના 51 વર્ષિય આધેડનું કોરોનાથી મૃત્યુ

જૂનાગઢના એક 54 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં 1 જૂનના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ જૂનાગઢના 51 વર્ષિય આધેડને કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું 27 જૂનના રોજ કોરોનાથી મૃત્યુ નિપજયું છે. આ સાથે જૂનાગઢમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 2 થઇ છે. જૂનાગઢ જિલ્લામાં કુલ કોરોના pપોઝિટિવ 80 કેસ નોંધાયા છે જેમાંથી 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 50 દર્દી સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે

કુલ 28 એક્ટિવ કેસ રહ્યા છે જેમાંથી 20 જુનાગઢ સીટીના છે.
શનિવારે જિલ્લામાં કુલ 254 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમજ હજુ 134 નો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે. જુનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન મોતને ભેટેલા યોગેશભાઈ દવેની 15 વર્ષની દીકરીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે જે પણ જુનાગઢ સિવિલમાં સારવાર લઈ રહી છે જેની સ્થિતિ હાલ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલના હાલ નવ દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે જ્યારે 18 દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે શનિવારે ખામધ્રોળ રોડ પરનાં 26 વર્ષીય પુરૂષ, મેંદરડાનાં 33 વર્ષીય પુરૂષ, અંબાળા ગામનાં 55 વર્ષીય પુરૂષ, વિસાવદરનાં રાવણી પ્લોટમાં રહેતા 23 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા શનિવારે આવેલા ચારેય પુરૂષોનાં કોરોના રિપોર્ટ પોઝિટીવ છે.

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનુંસંક્રમણ વધી રહ્યું હોય તેમ શનિવારે પણ ઊનાનાં આમોદ્રામાં 1 અને કોડીનારમાં 1 કેસ સામે આવ્યો છે. જેથી તંત્ર પણ સર્તક બન્યું છે. અત્યાર સુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાંથી કુલ 4239 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાંથી 4070નાં રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
51-year-old middle-aged man from Junagadh dies from corona


from Divya Bhaskar https://ift.tt/31nvYxn

Comments