ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે એઆઈ રોબોટ, રૂપિયા 528 કરોડ ફી પણ વસૂલશે, ફિલ્મનું નામ હશે ‘બી’ 

સામાન્ય રીતે ફિલ્મોમાં મુખ્ય પાત્રમાં હીરો કે હીરોઈન દેખાય છે, પરંતુ જાપાનમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફિલ્મમાં મુખ્ય પાત્રમાં રોબોટ દેખાશે. આશ્ચર્યની વાત એ છે કે, આ ફિલ્મમાં કામ કરવા બદલ તે સાત કરોડ ડૉલર એટલે કે આશરે રૂ. 528 કરોડ પણ વસૂલશે.

વાત એમ છે કે, જાપાનમાં એઆઈ આધારિત દુનિયાની પહેલી ફિલ્મ બની રહી છે. તેમાં મુખ્ય પાત્રમાં એક રોબોટ જોવા મળશે, જે એક મહિલાનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું નામ ‘બી’ રખાયું છે. ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મ માટે 70 કરોડ ડૉલર (આશરે રૂ. 5285 કરોડ)નું જંગી બજેટ ફાળવ્યું છે.

ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે, આ ફિલ્મ 2021માં રિલીઝ કરાશે. નિર્માતાઓએ કહ્યું હતું કે, આ ફિલ્મની કહાની એક વિજ્ઞાનીની આસપાસ ફરે છે, જે એક યોજના સાથે સંકળાયેલા ખતરા શોધે છે, જે તેણે સંપૂર્ણ માનવ ડીએનએ માટે તૈયાર કરી હતી. તે એઆઈ મહિલા રોબોટને આ ડિઝાઈન કરવામાં મદદ કરે છે. તે કૃત્રિમ રીતે સંચાલિત રોબોટ છે. આ સાથે અત્યંત સંક્રમિત કોવિડ-19 સામે લડવા પણ સંપૂર્ણપણે સક્ષમ છે.

જાપાની વિજ્ઞાની હિરોશી ઈશિગુરો અને કોહેઈ ઓગાવાએ પોતાના રોબોટિક્સ અભ્યાસના ભાગરૂપે એરિકા રોબોટ વિકસિત કરી હતી. તેમણે જ એરિકાને કૃત્રિમ બુદ્ધિને અભિનયના સિદ્ધાંતો શીખવ્યા હતા.

રોબોટને સ્કેચના માધ્યમથી અભિનય શીખવ્યો
નિર્માતા અને લેખક સૈમ ખોએ કહ્યું કે, અભિનયના એક પ્રકારમાં અભિનેતા પોતાની ભૂમિકામાં પોતાના જીવનના અનુભવો સામેલ કરે છે. પરંતુ એરિકાને જીવનનો કોઈ અનુભવ નથી. આ ભૂમિકા નિભાવવા માટે તેના સ્કેચ બનાવાયા હતા. બાદમાં અમે એક એક સત્રના માધ્યમથી તેની ગતિ અને ભાવનાઓ શીખવી હતી. જેમ કે, તેની ગતિવિધિની ગતિને નિયંત્રિત કરવી, તેની ભાવનાઓ અને ચરિત્રના વિકાસ સાથે બોડી લેન્ગ્વેજ સાથે વાત કરવી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
AI Robot will play the lead role in the film, will also charge a fee of Rs 528 crore, the name of the film will be 'B'


from Divya Bhaskar https://ift.tt/2Zlj9kz

Comments