હેલો-ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ બેન, જાણો આ એપ બેનને લઇને થતાં સવાલોના જવાબ

ચીન સાથે વધેલા તણાવ વચ્ચે ભારત સરકારે સોમવારે રાત્રે એક મોટું પગલું ભર્યું છે. ટિકટોક, યુસી બ્રાઉઝર અને શેરઈટ જેવી 59 ચાઈનીઝ એપ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે કહ્યું કે, આ એપ દ્વારા યુઝર્સના ડેટા અને અન્ય માહિતી મેળવવામાં આવી રહી છે. આ દેશની સાર્વભૌમકતા, અખંડતા અને સુરક્ષા માટે ખતરો છે. કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રાલયે આઈટી એક્ટ, 2009ની ધારા 69એ અંતર્ગત ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, આ એપ્સ દ્વારા મેળવવામાં આવતી માહિતીનો ભારતની સાર્વભૌમકતા અને અખંડતાને પડકાર આપનારી ગતિવિધિઓમાં ઉપયોગ કરાતો હતો.

ટિક-ટોકને ગયા વર્ષે પણ પ્રતિબંધિત કરાઈ હતી. પણ સુપ્રીમકોર્ટે તેને રાહત આપી હતી. ત્યારે ટિક-ટોકે કોર્ટમાં કહ્યું હતું કે પ્રતિબંધથી તેને રોજનું 3.5 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. મતલબ વર્ષે 1200 કરોડ. ત્યારે તેના 12 કરોડ યુઝર હતા. હાલમાં 61 કરોડ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે.

ભાસ્કર Q&A: કાઝિમ રિઝવી, ટેકનોલોજી પોલિસી થિન્ક ટેન્ક-ડાયલોગના સંસ્થાપક
સવાલ: પ્લે સ્ટોરથી ચીની એપ ક્યારે હટશે?
જવાબ:
સરકારે અધિ સૂચના જારી કરી દીધી છે. હવે 24 કલાકમાં ગૂગલ પ્લે અને એપ સ્ટોરને તેની સૂચના મળી જશે. તેમણે તેનો અમલ કરવો પડશે. એન્ડ્રોઈડ કે ઓએસ ઓપરેટિંગ સિસ્ટમમાંથી આ એપ હટી જશે.

સવાલ: મોબાઈલ યુઝરે શું કરવું પડશે?
જવાબ:
યુઝરે કશુ કરવાનું નથી. તેઓ એપ અનઇન્સ્ટોલ કરી શકે છે. જો તેમ નહીં કરે તો એપ ચલાવી શકશે નહીં.

સવાલ: મારી પાસે ચીનની કંપનીનો ફોન છે, તેમાં ઇનબિલ્ટ એપ છે તેનું શું થશે?
જવાબ:
જે એપ પર પ્રતિબંધ મૂકાયો તે ભારતમાં હવે કોઈ પણ કંપનીના ફોનમાં કામ કરશે નહીં. ચીની કંપનીઓના ફોનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ થઈને આવતી કેટલીક એપ પર પણ પ્રતિબંધ છે.

સવાલ: શું તો મારા ફોનમાંથી એપનો ડેટા પણ ડિલીટ થશે?
જવાબ:
હા, એપ પર ટેક્સ્ટ, ઓડિયો કે વીડિયો હવે તમે જોઈ શકશો નહીં. એપ સ્ટોરમાં જે ડેટા છે તે ત્યાં સુરક્ષિત રહેશે.

સવાલ: શું હવે ફોન પર આ એપ રાખવી ગેરકાયદે છે?
જવાબ:
ફોન પર એપ રહેશે જ નહીં. આથી ગેરકાનૂનીનો સવાલ જ ઊભો થતો નથી.

આ એપ પર પ્રતિબંધ, ઘણાના 10 કરોડથી વધુ યુઝર્સ
1. ટિક ટોક
2. શેરઇટ
3. કેવાઈ
4. યુસી બ્રાઉઝર
5. બાઈડુ મેપ
6. શેઈન
7. ક્લેશ ઓફ કિંગ્સ
8. ડીયુ બેટરી સેવર
9. હેલો
10. લાઈકી
11. યુકેમ મેકઅપ
12. એમઆઈકોમ્યુનિટી
13. સીએમ બ્રાઉઝર
14. રોમવી
15. ક્લબ ફેક્ટરી
16. ન્યૂઝ ડોગ
17. બ્યુટ્રી પ્લસ
18. વીચેટ
19. યુસી ન્યૂઝ
20. ક્યુક્યુમેલ
21. વેઈબો
22. ઝેન્ડર
23. ક્યુક્યુ મ્યુઝિક
24. ક્યુક્યુ ન્યૂઝ ફિડ
25. બિગો લાઈવ
26. સેલ્ફી સિટી
27. વાઈરસ ક્લિનર
28. એપુસ બ્રાઉઝર
29. મેઇલ માસ્ટર
30. પેરેલલ સ્પેસ
31. એમઆઈ વીડિયોકોલ
32. વી સિન્ક
33. ઇએસ ફાઈલ એક્સપ્લોરર
34. વિવા વીડિયો
35. મેઇટુ
36. વિગો વીડિયો
37. ન્યૂ વીડિયો સ્ટેટર્સ
38. ડીયુ રેકોર્ડર
39. વોલ્ટ હાઈડ
40. કેચ ક્લિનર ડીયુ એપ
41. ડીયુ ક્લિનર
42. ડીયુ બ્રાઉઝર
43. હેગો પ્લે વિથ ન્યૂ ફ્રેન્ડ
44. કેમ સ્કેનર
45. ક્લીન માસ્ટર
46. વન્ડર કેમેરા
47. ક્યુ ક્યુ પ્લેયર
48. વિ મીટ
49. સ્વીટ સેલ્ફી
50. ક્યુ ક્યુ ઇન્ટરનેશનલ
51. બાઈડુ ટ્રાન્સલેટ
52. વી મેટ
53. ક્યુ ક્યુ સિક્યુરિટી સેન્ટર
54. ક્યુ ક્યુ લોન્ચર
55. યુ વીડિયો
56. વી ફ્લાઈવ સ્ટેટર્સ વીડિયો
57. મોબાઈલ લેજન્ડસ
58. ડી યુ પ્રાઈવસી
59. ફોટો વન્ડર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
59 Chinese App Ben, including Hello-Tiktok, Learn the answers to questions about this app Ben.


from Divya Bhaskar https://ift.tt/3eXb5xj

Comments