રાજસ્થાન હોસ્પિટલને વિક્રમી 77 લાખ દંડઃ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ, એમ્બુલન્સમાં કોરોનાનો દર્દી હોવા છતાં 20 મિનિટ સુધી ગેટ ના ખોલ્યો તો મોત થયું હતું

કોરોનાગ્રસ્ત દર્દીને દાખલ કરવામાં ભારે વિલંબને કારણે મૃત્યુ થવાના કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલને 77 લાખ દંડ ફટકાર્યો છે આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. કોર્પોરેશનના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાન હોસ્પિટલે દર્દીને દાખલ કરવામાં દાખવેલી ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલ ટ્રસ્ટને રૂપિયા 25 લાખ અને હોસ્પિટલના ટ્રસ્ટી મંડળને 52 લાખ મળીને 77 લાખનો દંડ ફટકાર્યો છે. શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના મેનેજમેન્ટ કમિટીના આઠ સભ્યો તથા ટ્રસ્ટી મંડળના 18 સભ્યો મળી ફુલ 26 સભ્યોને પ્રત્યેકને રૂપિયા બે લાખનો વ્યક્તિગત દંડ ફટકારવામાં આવ્યો છે.

શાહીબાગ પોલીસે FIR નોંધી
નોંધનીય છે કે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલી ગંભીર બેદરકારીની નોંધ લીધી હતી તેમજ આ બાબત ચલાવી લેવાય નહીં એવી આકરી ટકોર કરી હતી. હોસ્પિટલ સામે સખત પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા હતા જેને પગલે શનિવારે મ્યુનિ.એ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલ સામે એપિડેમિક એકટ અંતર્ગત એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. શાહીબાગ પોલીસ મથકે રાજસ્થાન હોસ્પિટલ ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટી મંડળના સભ્યો સામે એફઆઇઆર નોંધ લેવામાં આવી હતી.

વેન્ટિલેટરની જરૂર હોવાથી દર્દી લવાયો હતો
શહેરના મધ્ય ઝોનમાં આવેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હરીશભાઇ કડિયાને તાત્કાલિક વેન્ટિલેટર ની આવશ્યકતા જણાતા સત્તાવાળાઓએ રાજસ્થાન હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. હોસ્પિટલના કોરોના ગેટ પરથી અંદર જવા માટે એમ્બુલન્સને 20 મિનિટ રોકી રાખવામાં આવી હતી. એ પછી ગેટ ખોલવામાં આવ્યો હતો હોસ્પિટલની અંદર પહોંચ્યા બાદ દર્દીને સ્ટ્રેચરની વ્યવસ્થા આપવામાં પણ 15થી 17 મિનિટનો સમય લાગ્યો હતો જેને કારણે હરેશભાઈનું સારવાર સમયસર નહીં મળવાના કારણે અવસાન થયું હતું આ બાબતે મ્યુનિ. એ હોસ્પિટલને નોટિસ આપી હતી અને ટ્રસ્ટી મંડળ સહિતના જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ ઉપરાંત દંડની કાર્યવાહી કરી હતી.

શો-કોઝનો જવાબ આપ્યો, દંડની સત્તાવાર જાણ નથી
અમને કોર્પોરેશન તરફથી શો-કોઝ નોટિસ મળી હતી. જેનો અમે શુક્રવારે જવાબ આપી દીધો છે. એ પછી કોર્પોરેશન તરફથી અમને દંડ અંગેનો સત્તાવાર લેટર મળ્યો નથી. - પૃથ્વીરાજ કાંકરિયા, ચેરમેન, રાજસ્થાન હોસ્પિટલ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજસ્થાન હોસ્પિટલ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3eGIFaq

Comments