8 તબીબ સહિત 205 પોઝિટિવ, વધુ 10 દર્દીઓનાં મોત, 147 સાજા થયા

શહેરમાં 183 અને જિલ્લામાં 22 સાથે શહેર જિલ્લામાં મંગળવારે કોરોનાના 205 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5260 થઈ છે. મંગળવારે વધુ 10 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.

આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 189 થઈ ગયો છે. મંગળવારે શહેરમાંથી 136 અને જિલ્લામાંથી 11 દર્દીઓ સાજા થતા કુલ 147 દર્દીઓને રજા આપવામાં આવી છે. મંગળવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલના વધુ 4 તબીબ સહિત 8 તબીબ, નર્સ, વોર્ડબોય તેમજ આયા સહિતના હેલ્થ કર્મચારીઓ તેમજ કાપડના વેપારી, એન્જિનિયરનો પણ સમાવેશ થયો છે.

અનલોકના એક માસમાં પોઝિટિવ 3535 તો 124 મોત થયા

સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ 4 તબીબ સંક્રમીત થયા છે. આ સાથે રાંદેર વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ તબીબ, કતારગામ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનીક ચલાવતા બે તબીબ અને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના તબીબ પણ સંક્રમીત થયા છે. આમ મંગળવારે શહેરમાં 8 તબીબોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 79 તબીબ સંક્રમીત થયા છે.

મંગળવારે પણ વધુ 10 દર્દીઓના સારવાર દરમિયાન મોત

ભાગળ વિસ્તારમાં રહેતા 52 વર્ષીય આધેડ, ભાઠેનામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ, કાપોદ્રા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધ, લિંબાયત વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા, અમરોલી વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા, રેશમવાડ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ, લિંબાયત વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મહિલા, ભટાર વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા અને પુણા ગામ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય આધેડનું મંગળવારે મોત નિપજ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/31vZhxT

Comments