રાજકોટમાં 9, ભાવનગરમાં 9, બોટાદમાં 2, જામગરમાં 13 અને અમરેલીમાં 3 કેસ, જામજોધપુરના કોંગી MLAને કોરોના પોઝિટિવ

વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામજોધપુરમાં કોંગ્રેસનાધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. MLA ચિરાગ કાલરીયાને સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં આવ્યાં છે. મહત્વનું છે કે તેઓ ચૂંટણી દરમિયાન મતદાન કરવા પણ ગયા હતા. જેથી આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ હિસ્ટ્રી તપાસી તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે. ભાવનગરમાં ડોક્ટર સહિત 9, જામનગરમાં 13અને અમરેલીમાં 3 અને બોટાદમાં બેકેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં આજે કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેમ એક દિવસમાં જિલ્લામાં 9 કેસ નોંધાયા છે.

ભાવનગરમાં વઘુ ત્રણ પોઝિટિવ કેસ આવ્યા

  • તળાજાના જલવદર ગામના રહેવાસી અને હાલ સુરત રહેતાં અરવિંદભાઇ બાબુભાઇ બલદાણીયા ઉં.વ.32 જે સુરતથી સીઘા સર ટી હોસ્પિટલ ખાતે આવ્યા હતાં
  • ભાવનગર રૂવાપરી રોડ પર રહેતા ભાનુબેન ધનસુખ ભાઈ મકવાણા ઉં.વ.55 જેને બિમાર સબબ સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં
  • નિર્મળનગરમાં રહેતાં અને કુમુદવાડીમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેવલ સંજય ભાઈ બક્ષી ઉં.વ.24 જેને સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં


રાજકોટ શહેરમાં બે કેસ નોંધાયા
રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મવડી પ્લોટમાં કિંગ્સ લેન્ડ પાર્ક Bમાં રહેતા વિરેન વિજયભાઇ તંતી (ઉ.વ.19) અને લલીતાબેન ગોબરભાઇ તંતી (ઉ.વ.66)ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 140 થઇ છે. જેમાં 33 સારવાર હેઠળ, 103 સાજા થયા અને 4ના મોત થયા છે.
ભાવનગરમાં સાંજે વધુ ચાર પોઝિટિવ કેસ આવ્યા
હાદાનગર રહેતાં અજયભાઈ શાંતિલાલ અગ્રાવત (ઉં.વ.26) , ખેડૂતવાસમાં રહેતા શરદભાઈ રમેશભાઈ સોલંકી (ઉં.વ.20), વરતેજ રહેતા અને ગંગા નર્સિંગ હોમમાં નર્સ તરીકે ફરજ બજાવતા ક્રિશ્નાબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉં.વ.24), અઘેવાડા સિદસર રેખા સોસાયટીમાં રહેતાં અને મહુવા ફરજ બજાવતા સુરશભાઈ શિવાભાઈ પરમાર (ઉં.વ.59) અને અન્ય જિલ્લામાંથી સુરતથી આવેલા અમરશીભાઈ શામજીભાઈ કંકોટીયા (ઉં.વ.65), યોગશભાઈ અમરશીભાઈ કંકોટીયા (ઉં.વ.40) અને અમદાવાદથી આવેલા મનસુર કાદરભાઈ અરબીયાની (ઉં.વ.53)ના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

બોટાદ જિલ્લામાં બે કેસ નોંધાયા
બોટાદ જિલ્લામાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બરવાળાના 58 વર્ષના વૃદ્ધ અને 60 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. જેને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 82 થઇ છે. જેમાંથી 2ના મોત, 63 લોકો સાજા થયા અને 17 દર્દીઓ સારવાર હેઠળ છે.

જામનગરમાં વધુ 13કેસ નોંધાયા
જામનગર જિલ્લામાં વધુ 6કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં 65 વર્ષીય મહિલા, 47 વર્ષીય મહિલા, 52 વર્ષીય મહિલા, 41 વર્ષીય પુરુષ અને 33 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે ધ્રોલમાં ગજાનંદ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બપોર બાદ 24 વર્ષીય મહિલા, 38 વર્ષીય મહિલા,31 વર્ષીય પુરુષ, 31 વર્ષીય મહિલા,18 વર્ષીય યુવતી અને 19 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. તેમજ 32 વર્ષીય પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગોંડલમાં એક કેસ પોઝિટિવ
રાજકોટ જિલ્લાના ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં સુરતથી આવેલા 37 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અમરેલીમાં ત્રણ કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં આજે વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સાવરકુંડલાના નેસડી ગામમાં 1, લાઠીમાં 1 અને ખાંભાના રાણીંગપરા ગામે 1 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 52 થઇ છે. હાલ 23 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભાવનગર સર.ટી.હોસ્પિટલના ડોક્ટર સહિતના 2 કેસ પોઝિટિવ
ભાવનગર સર ટી હોસ્પિટલના ડોક્ટર અને અમદાવાદ સિવિલમાં ફરજ પર ગયેલ ડો. રોશન વાલવી (ઉં.વ.25) ગઈકાલે અમદાવાદથી સર.ટી. હોસ્પિટલમાં આવતાં તેમનુંસેમ્પલ લેવામાં આવેલ અને ચિત્રા શાંતિનગરમાં રહેતા રાજેન્દ્રભાઈ ભરતસિંહ (ઉં.વ. 25)નેતાવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવેલ જે પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. બીજી તરફચિત્રા મસ્તરામબાપા મંદિર નજીક રહેતા આનંદ સરોજ (ઉં.વ.40)નો પોઝિટિવ રિપોર્ટ આવેલ જેથી આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ જયાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે

રાજકોટ જિલ્લામાં 207 કેસ પોઝિટિવ
રાજકોટમાં બુધવારે એક સાથે 12 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 11 અને એક દર્દી અન્ય જિલ્લાના છે. રાજકોટમાં દર્દીઓની સંખ્યા 207 પર પહોંચી ગઇ છે. બીજી તરફ સાત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
corona live saurashtra case increase mla report positive


from Divya Bhaskar https://ift.tt/2A1Zfmd

Comments