જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જરૂરિયાતના રૂપિયા 970 લાખના 581 વિકાસકામો મંજૂર કરાયા છે. આ ઉપરાંત જિલ્લાની 7 નગરપાલીકામાં રૂપિયા 134 લાખના 25 વિકાસકાર્યો પણ મંજુર કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયા અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી આ વિકાસ કામો મંજૂર કર્યા હતા. તેમણે ગ્રામ્ય જરૂરીયાતના કામો સમયમર્યાદામાં શરૂ કરવા સાથે ગુણવત્તા જાળવવા પર ભાર મુકયો હતો.
આ વિકાસ કામોમાં 15 ટકા વિવેકાધીન જોગવાઈ, 5 ટકા પ્રોત્સાહક યોજના સહિતના કામોનો સમાવેશ થાય છે. આ કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી 6 માસમાં કાર્યરત કરવા મંત્રી જયેશભાઇ રાદડીયાએ અધિકારીઓને સૂચના આપીકામ શરૂ ન થાય તો રદ કરવા જણાવ્યું હતું. રદ કરેલા કામ અંગે જિલ્લા કલેકટરને સત્તા આપી અન્ય કામો મંજુર કરવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. આ તકે કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, મનપા કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઇ કરમટા સહિતના હાજર રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31hLw5V
Comments
Post a Comment