AMCની સ્કૂલોના 30 શિક્ષકને કોરોના, 11ને વળતર મળશે

કોરોના સંક્રમણ દરમિયાન ફરજ બજાવવામાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ત્રણ શિક્ષકોના મૃત્યુ નિપજયા હતા. જ્યારે 30 શિક્ષકો કોરોનાનો ભોગ બન્યા હતા દરમિયાન સ્કૂલ બોર્ડના એજન્ડામાં 11 કર્મચારીઓને 1.65 લાખ વળતર પેટે ચૂકવવાનો ઠરાવ રજૂ થયો છે. તેને કારણે વિવાદ ઉભો થયો છે.

સ્કૂલ બોર્ડની આગામી પહેલી જુલાઈના રોજ યોજાનારી સમિતિની બેઠકમાં રજૂ થયેલા એજન્ડા પ્રમાણે કોરોના વાયરસ ને કારણે સંક્રમિત થયેલા અધિકારી-કર્મચારીઓને વળતર ચૂકવાશે. આવા 11 અધિકારી કર્મચારીને રૂપિયા 1.65 લાખ વળતર પેટે ચૂકવવાનો ઠરાવ રજૂ થયો છે. 30થી વધારે શિક્ષકોને ચેપ લાગ્યો હતો. જેમાંથી ત્રણનાં મોત થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BaXfZz

Comments