જમાલપુર APMC શાકમાર્કેટના 240માંથી માત્ર 53 વેપારીને પોલીસે મંજૂરી આપતાં હડતાળ, આજથી શાકભાજીની અછત સર્જાશે, ભાવ પણ વધશે

જમાલપુર એપીએમસી શાકમાર્કેટના 240 હોલસેલ વેપારીમાંથી પોલીસે માત્ર 53 વેપારીને જ પરવાનગી આપતા વેપારીઓએ હડતાળ પાડી છે. આને કારણે શાકભાજીની અછત સર્જાઈ શકે છે. રવિવારે ખૂબ ઓછી માત્રામાં શાકભાજી આવ્યા હતા અને સોમવારથી છૂટક બજારમાં આવતાં પુરવઠા પર માઠી અસર પડી શકે છે તેમ અગ્રણી વેપારીઓનું કહેવું છે.

વેપારીઓ અને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી પરંતુ પોલીસ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર ન હોવાથી આખરે વેપારીઓ અને ખેડૂતોએ હડતાળ પાડવી પડી છે તેમજ બજારના અગ્રણીઓનું કહેવું છે. જથ્થાબંધ બજારમાં હડતાળને કારણે સીધી અસર છૂટક વેપારીઓ પર વર્તાશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીનો સપ્લાય જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાંથી થતો હોય છે. પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાશે અને ભાવ આસમાને પહોંચી શકે છે. તેમજ શાકભાજીના કાળાબજાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

શાકભાજીના વેપારીઓના જણાવ્યા અનુસાર કોવિડ-19ના નિયમોનું પાલન કરવા છતાં પોલીસ તરફથી જીવન જરૂરી વસ્તુઓ માટે માત્ર 33 ટકા વેપારીઓ અને કર્ફયુના સમયમાં રાહત ન અપાતા વેપારીઓએ હડતાળ પાડવી પડી છે.

કોરોના વાઈરસને લઇને શહેરની જમાલપુર એપીએમસી હોસલેસ શાકમાર્કેટને જેતલપુર ખાતે ખસેડાઈ હતી. રથયાત્રા બાદ જેતલપુરથી પરત જમાલપુર એપીએમસી શાકમાર્કેટ શરૂ કરાયું હતું. પરંતુ શહેર પોલીસે જમાલપુરના 240માંથી માત્ર 33 ટકા એટલે કે 53 વેપારીઓને ત્રણ ત્રણ દિવસના ગાળામાં વેપાર કરવા પરવાનગી આપી છે. આ ઉપરાંત વેપારીઓને રાતના 9થી સવારના 6 વાગ્યાની પરવાનગી આપવામાં આવતાં બહારથી આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

વેપારીઓને 3 દિવસે ધંધો કરવા મળે છે
અમદાવાદ વેજીટેબલ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ખમારે કહ્યું કે, જીવન જરૂરી એવા શાકભાજીના વેપારીઓએને માત્ર 33 ટકા છૂટ આપી છે. આમ કરવાથી વેપારીઓને ત્રણ દિવસે ધંધો કરવા મળે છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થશે. વેપારીઓ દિવસની એક ગાડી મંગાવીને રોજગારી કરવા મંજૂરી માંગી પરંતુ તેની પણ પરવાનગી આપવામાં આવતી નથી. આ ઉપરાંત કરફયુના સમયમાં છૂટ આપવામાં પરવાનગી નથી મળતી. આ કારણોસર સોમવારથી એપીએમસીના તમામ વેપારીઓ હડતાળ પાળી સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Out of 240 traders in Jamalpur APMC vegetable market, only 53 traders have been allowed to go on strike.


from Divya Bhaskar https://ift.tt/2YF1k0H

Comments