નવસારીમાંવ્યક્તિને સભ્યતાના પાઠ કુટુંબ અને શિક્ષણ શીખવે છે

શિક્ષણ એ વ્યક્તિના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિનું સામાજિકરણ શિક્ષણ દ્વારા જ થાય છે. વ્યક્તિને સમાજના સભ્ય બનાવવામાં સમાજના મૂલ્યો, ધોરણો, નિયમો, રૂઢીઓ, પરંપરાઓ શીખવે છે. વ્યક્તિને સભ્યતાના પાઠ કુટુંબ અને શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે. શિક્ષણ વ્યવસ્થા પ્રાચીનકાળ હોય તે પછી વર્તમાનકાળ અલગ-અલગ સ્વરૂપે જોવા મળે છે. સદીની શરૂઆતથી જ શિક્ષણક્ષેત્રે ધીરેધીરે આધુનિકીકરણ થઇ રહ્યું છે તેવામાં નવસારીના વિદ્યાર્થીઓ પણ ખભેથી ખભા મળાવી આગળ આવીને વિશ્વમાં પોતાની અલગ છાપ ઉભી કરે તેવા ઉદ્દેશથી નવસારી પશ્ચિમ વિભાગ કોળી સમાજ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમ માટે કોલેજની સ્થાપના કરવામાં આવી.

જ્યારે કોલેજની સ્થાપના કરવામાં આવી ત્યારે માત્ર 480 વિદ્યાર્થી હતા જે બાદ તેનો ધીરેધીરે વ્યાપ વધતો ગયો

એરૂ-આટ રોડના એનપીપીઇ કેમ્પસ, ભાનુનગર ખાતે સ્થિત નવસારી પશ્ચિમ વિભાગ કોળી સમાજ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા વર્ષ 2004માં મહાત્મા ગાંધી ઇન્ટીટ્યુટની સ્થાપના કરવામાં આવી તો તેના એક વર્ષ બાદ જ વર્ષ 2005માં વલ્લભબુધી પોલીટેકનિકની પણ કેમ્પસમાં સ્થાપના કરાઇ. શરૂઆતમાં જ્યારે કોલેજની સ્થાપના કરવામાં આવી ત્યારે માત્ર 480 વિદ્યાર્થી હતા જે બાદ તેનો ધીરેધીરે વ્યાપ વધતો ગયો અને આજે 1500 જેટલા વિદ્યાર્થીઓ આ શિક્ષણ સંસ્થાનમાં અભ્યાસ કરી રહ્યાં છે. વર્ષ 2004થી વર્ષ 2020ની વાત કરીએ તો આશરે 8000 જેટલા વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ પાસ કરીને સમાજમાં અલગ-અલગ હોદ્દા પ્રાપ્ત કરીને કાર્યરત થયા છે. તો 2004થી 2020ના સમયગાળામાં મુખ્યવાત એ પણ છે કે કોલેજની શૈક્ષણિક ફિ ન ભરી શકે તેવા 1500 વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પણ આપવામાં આવ્યું છે. લોકસભા કે વિધાનસભાની મતગણતરી ચૂંટણી અધિકારીઓ એનપીપીઇ કેમ્પસને જ પંસદ કરે છે.

વિદ્યાભ્યાસની સાથે વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને તેમના શરીર તંદુરસ્ત બની રહે તે માટે સ્પોટર્સ કોમ્પલેક્ષ બનાવાયું છે

SC અને ST વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે નિશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે, વિશેષત: વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે તે માટે જર્મન કંપનીનો FESTO-Didatic કોર્ષ પણ કાર્યરત છે. વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવીને વધુ પારંગત થાય તેના માટે લેબોરેટરી, સીએનસી મશીનો, ઇલેક્ટ્રીકલ મશીનો અને ક્રોકિટ ટેસ્ટીંગ મશીનો કોલેજ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિદ્યાભ્યાસની સાથે વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને તેમના શરીર તંદુરસ્ત બની રહે તે માટે સ્પોટર્સ કોમ્પલેક્ષ બનાવાયું છે. વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે જૂદા-જૂદા વિષયના 150 પારંગત શિક્ષકો જ્ઞાનની ધારા વહેડાવી રહ્યાં છે. આ શૈક્ષણિક સંકુલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં યોગદાન આપી રહ્યું છે. આ કોલેજને કારણે આ વિભાગનું શિક્ષણનું સ્તર ખૂબ જ ઉંચું જઇ રહ્યું છે. આ વિસ્તારના બાળકો આ કોલેજમાં ભણીગણીને વિશ્વ સ્તરે નામના મેળવી રહ્યા છે.

કોલેજ સ્થપાય તે અમારૂં સપનું હતું

દક્ષિણ ગુજરાત અને નવસારી કાંઠા વિસ્તારના વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે અને આગળ વધે તે સપનું હતું. આ સપનું સાકાર કરવા માટે કોલેજની સ્થાપના કરવામાં આવી છે.આજે આ ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે. બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પરિવારને છોડી દૂરદૂર સુધી ન જવું પડે અને નજીકમાં જ એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ થાય તેવો પ્રયાસ સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. > નારાયણ પટેલ, ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્ટી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The lessons of civility are taught to the individual in Navsari by family and education


from Divya Bhaskar https://ift.tt/3eEow4O

Comments