અમરોલીની યુવતીના ભાવિ મંગેતરને ધમકી, ઘરે ચિટ્ઠી પણ મોકલી

અમરોલીમાં રહેતી 21 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે) જ્વેલરીની દુકાનમાં નોકરી કરે છે. હાલમાં તેના લગ્નની વાત મનીષ( નામ બદલ્યું છે) સાથે ચાલી રહી છે. 4 ફેબ્રુઆરીના રોજ મનિષના ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યાએ મેસેજ કર્યો હતો. તેમાં તે મોહિનીનો પ્રેમી હોવાનું કહીને તેનાથી સગાઈ ન કરવા માટે મનિષને ધમકી આપી હતી.તેમાં મોહિનીના ચારિત્ર બાબતે પણ ખરાબ લખાણ લખ્યું હતું. ત્યાર બાદ કોઈએ મનિષના ઘરે ચિટ્ઠી પણ મોકલી હતી. અજાણ્યાએ મોહિનીના નામે ખોટુ એકાઉન્ટ બનાવીને તેની સાથે વાત કરી હોય એવું પ્રસ્થાપિત કરવાની કોશિષ કરીને મોહિનીના સગાઈ તોડવાનો પ્રયાસ કર્યો હતો. મોહિનીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VADilF

Comments