ડાંગના સુબીરમાં પ્રથમ વખત પુરૂષ નસબંધી સેવાનો પ્રારંભ

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટેના લીધેલ પગલાના ભાગરૂપે આરોગ્યલક્ષી મહત્ત્વના કાર્યક્રમની સેવાને મોકુફ રાખવાની ફરજ પડી હતી. તેમાંનો એક અગત્યનો કાર્યક્રમ એટલે પરિવાર નિયોજન કાર્યક્રમ. કોવિડ-19ના કારણે પરિવાર નિયોજનના કાર્યક્રમને મોકુફ રાખવો પડ્યો હતો. જેને લઇને ઘણાં પરિવારો પરિવાર નિયોજનની કાયમી પદ્ધતિથી વંચિત રહ્યા હતા. ગુજરાત સરકારના પ્રજાલક્ષી નિર્ણયોના કારણે આ સેવાને કોવિડ-19ના દિશા-નિર્દેશના પાલન સાથે મર્યાદામાં રહીને આરોગ્ય સંસ્થામાં સેવા શરૂ કરવા સૂચનો કરવામાં આવ્યા છે.

પુરૂષ નસબંધી ઓપરેશનની સેવા શરૂ કરી ઘર-આંગણે નજીકમાં જ પરિવાર નિયોજનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

ડાંગ જિલ્લામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ અધિક્ષક ડો.રશ્મિકાંત કોંકણીના સંયુક્ત પ્રયાસથી સિવિલ હોસ્પિટલ આહવાના સર્જરી પેનલના સર્જન ડો.સુરેશ પવાર અને તેમની ટીમના સહકારથી ડાંગના પૂર્વપટ્ટી ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આવેલા સિંગાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીપલદહાડ તથા ગારખડીના લાભાર્થીઓને પરિવાર નિયોજનની સેવા મેળવવા છેક જિલ્લા મથક આહવા સુધી આવવુ પડતું હતું પરંતુ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમના પ્રયાસને કારણે નવનિર્મિત સુબીર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20મી જૂને પ્રથમવાર ટાંકા વગરનું પુરૂષ નસબંધી ઓપરેશનની સેવા શરૂ કરી ઘર-આંગણે નજીકમાં જ પરિવાર નિયોજનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 9 જેટલા લાભાર્થીએ આ સેવાનો લાભ લીધો છે. પરિવાર નિયોજનની આ કામગીરીને સફળ બનાવવા માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિલિપકુમાર શર્મા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંગાણા તથા પીપલદહાડના તબીબી અધિકારી ડો.હિરેન પટેલ, ડો.ભાગ્યેશ પટેલ તથા તાલુકા સુપરવાઈઝર મંજીભાઇ તુમડા અને અન્ય આરોગ્ય કાર્યકરોએ લાભાર્થીઓને સેવા, ફાયદા સમજાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3i5q75L

Comments